________________
(૧૯) પદોનો અર્થ જાણતા નથી. કેવી મજાની વાત ! આ પંક્તિ સ્યાદ્વાદ-સુધાપાનના ઉદ્ગાર સમી છે. બીજાની વાતનું ખંડન કરવાનું ટાળીને કઇ દૃષ્ટિએ તેની વાત સાચી છે, તેનું સમાધાન-સમન્વય-સમતામય પ્રતિપાદન એ જ તો સ્યાદ્વાદદર્શનની આગવી વિશિષ્ટતા છે.
૧૪૪૪ ગ્રંથનિર્માતા પૂજ્ય શ્રી હરિભદ્રાચાર્ય પણ ષોડશક પ્રકરણમાં જણાવે છે
तत्रापि च न द्वेषः कार्यो विषयस्तु यत्नतो मृग्यः । तस्यापि न सद्वचनं सर्वं यत्प्रवचनादन्यत् ॥
પરદર્શનના શાસ્ત્રો ઉપર દ્વેષ ન કરવો જોઈએ, પણ કઇ અપેક્ષાએ તેમની વાત શુદ્ધ ઠરી શકે એ અપેક્ષાને પ્રયત્નપૂર્વક ખોળી કાઢવી જોઈએ. કારણ કે પરદર્શનના શાસ્ત્રોમાં પણ જે સમ્યક્ વચન છે, એ જિનપ્રવચન કરતાં જુદું નથી.
આનું રહસ્ય ઉપદેશપદમાં પણ કહ્યું છે
સવખવાયમૂનું યુવાનસંગ નો નિળસ્વાયં। જિનેશ્વર ભગવંતો દ્વારા પ્રતિપાદિત દ્વાદશાંગી જ સર્વ પ્રવાદો-દર્શનોનું મૂળ છે માટે એ વચનો પર દ્વેષ કરવો એ દ્વાદશાંગીની અવજ્ઞા છે. હા, શુદ્ધ તાત્પર્યને સ્પર્શતી એવી અપેક્ષા-અભિધેય વિષય અવશ્ય ખોળી કાઢવો જોઈએ. ઉપદેશપદમાં જ કહ્યું છે કે
जं अत्थओ अभिन्नं अन्नत्था सद्दओ वि तह चेव ।
तंमि पओसो मोहो विसेसओ जिणमयट्ठियाणं ॥
ય
જે અર્થથી તો જિનપ્રવચનથી અભિન્ન જ હોય, અને અન્વર્થ યુક્ત હોવાથી શબ્દથી તે મુજબ જ હોય, તેવા વચનોમાં પ્રદ્વેષ રાખવો એ મોહ છે. તેમાં ય જે જિનમતના અનુયાયીઓ છે, તેમના માટે તો આ વિશેષથી મોહ છે.
પણ
જિનદર્શન જ પરમ માધ્યસ્થ્યથી સર્વ દર્શનોનો સમન્વય સાધે છે. આ દર્શનનો અનુયાયી જ જો અનુચિત અપેક્ષાના કદાગ્રહથી ખંડનાત્મક વલણ ધરાવતો થઇ જાય તો એનાથી વિશેષ કયો મોહ હોઇ શકે ? આ વિષય પર સન્મતિતર્ક, અધ્યાત્મસાર, જ્ઞાનસાર વગેરે અનેક શાસ્ત્રો દ્વારા પ્રકાશ પથરાયો છે. પ્રસ્તુતમાં આ વિષયને ઉપસાવવાનું વિશેષ પ્રયોજન એ છે કે-કયા ગણધરને કઇ શંકા હતી, પ્રભુ વીરે કેવા તર્કોથી તેનું સમાધાન કર્યું આ બધું કંઠસ્થ થઇ જવા છતાં ય જો પ્રભુની વાણીનું હાર્દ ન પામી શકે, એ વ્યક્તિ કદાચ હજુ પણ જિનવચનથી વંચિત જ કહેવાય. આત્મા છે, પરલોક છે, કર્મ છે આટલી શુષ્ક માન્યતા અને પરમમાધ્યસ્થ્ય-સમન્વયથી તરબતર એવા સ્યાદ્વાદદર્શન