________________
(૧૪)
છઠ્ઠા ગણધરવાદથી અગિયારમા ગણધરવાદમાં જે કોઈ ચર્ચા છે તે લગભગ આ કર્મવાદની ચર્ચાને જ આભારી છે.
છઠ્ઠામાં “બંધ અને મોક્ષની” ચર્ચા છે. હવે જો કર્મવાદ સ્વીકારીએ તો જ આત્મા કર્મ બાંધે છે. આત્માની સાથે કર્મનો બંધ સંભવે છે તેમ થતાં બંધતત્ત્વની સિદ્ધિ થાય છે. અન્યથા બંધતત્ત્વ સંભવતું નથી. જો આ સંસારી આત્મા મુક્તિગત જીવના જેવો શુદ્ધ-બુદ્ધનિરંજન જ હોય તો તેવા શુદ્ધ જીવને કર્મબંધ ઘટે નહીં અને કર્મોના બંધ વિના બંધનમાંથી છુટવા રૂપ મોક્ષ પણ ઘટે નહીં. જે બંધાયો હોય તે જ મુક્ત થાય. જો આત્મા કર્મોથી બંધાયો જ નથી તો મુક્ત થવાનો પ્રશ્ન જ આવતો નથી. તેથી કર્મવાદ જો માનવામાં આવે તો જ બંધ-મોક્ષની સિદ્ધિ સંભવે છે. તે વાત છટ્ઠા ગણધરવાદની ચર્ચામાં સમજાવી છે.
સાતમા ગણધરવાદમાં દેવ છે કે નહીં ? આઠમા ગણધરવાદમાં નારકી છે કે નહીં ? નવમા ગણધરવાદમાં “પુણ્ય-પાપ” છે કે નહીં ? દસમા ગણધરવાદમાં “પરલોક છે કે નહીં ? અને અગિયારમા ગણધરવાદમાં “નિર્વાણ-મોક્ષ' છે કે નહીં ? આ વિષયની ચર્ચાઓ યુક્તિ-પ્રયુક્તિથી કરવામાં આવી છે. જો કર્મવાદ સ્વીકારવામાં આવે તો ઉપરના તમામ વિવાદો શાન્ત થઈ જાય છે. કારણ કે દેવલોક પુણ્યકર્મથી, નરકભવ પાપકર્મથી પ્રાપ્ત થાય છે. પુણ્યકર્મ ૪૨ પ્રકારનું અને પાપકર્મ ૮૨ પ્રકારનું છે. મન-વચન અને કાયાની નિર્દોષ પ્રવૃત્તિઓથી પુણ્યકર્મ બંધાય છે અને દોષિત પ્રવૃત્તિઓથી પાપકર્મ બંધાય છે. બાંધેલા કર્મોમાં પણ પાછળ આવતા સારા-નરસા (શુભાશુભ) પરિણામોથી સંક્રમઉર્તના-અપવર્તના-ઉદીરણા-ઉપશમના-નિદ્ધતિ-નિકાચના-સ્થિતિઘાત-રસઘાત આદિ અનેક જાતનાં પરિવર્તનો આ જીવ કરી શકે છે. તેથી પરલોક પણ સંભવે છે, સુખ-દુઃખ પણ સંભવે છે અને સર્વથા કર્મોનો નાશ કરવાથી નિર્વાણ પણ ઘટી શકે છે. જો “નિર્વાણ” છે એમ લક્ષ્યરૂપે સ્વીકારીએ તો જ તેના સાધનરૂપે કરાતી ધર્મપ્રવૃત્તિ યથાર્થપણે ઘટી શકે છે. આ બધી વાતો, દલીલો અને દૃષ્ટાન્તપૂર્વક ૬ થી ૧૧ ગણધરોની સાથેની ધર્મ ચર્ચામાં કંડારવામાં આવી છે.
(૩) ત્રીજા ગણધરવાદમાં શરીર એ જ જીવ છે કે શરીરથી અન્ય જીવ છે ? આ વિષય ચર્ચવામાં આવ્યો છે. જે લગભગ પ્રથમ ગણધરવાદને અનુસરતો વિષય છે. શરીર ભૂતોનું બનેલું છે. સ્વયં અચેતન છે. મૂર્ત છે, વિનાશી છે. જ્યારે આત્મા એ સ્વતંત્ર દ્રવ્ય છે, ચૈતન્ય ગુણવાળો આત્મા છે. અમૂર્ત આત્મા છે અને દ્રવ્યથી અનાદિ-અનંત હોવાથી અવિનાશી પદાર્થ છે. દેહનો ત્યાગ કરીને પરભવગામી જીવ છે. જીવંત શરીર અને મૃતશરીરમાં સકલ લોકોને જે પ્રત્યક્ષ ભિન્ન ભિન્ન અનુભવ થાય છે. તેનાથી નક્કી થાય છે કે શરીરથી જુદો અને શરીરમાં રહેનારો જીવપદાર્થ છે. જીવંત શરીરને અગ્નિનો કણીઓ