________________
(૫) વિશેષણવતિ - પ્રાકૃત પદ્ય (૬) જીતકલ્પસૂત્ર - પ્રાકૃત પદ્ય (૭) ધ્યાનશતક
ઉપરોક્ત સર્વે ગ્રંથો અગાધ જ્ઞાનના ભંડાર તુલ્ય છે. દરેકમાં તે તે વિષયની વિપુલ ચર્ચા કરેલી છે. એક એક ગ્રંથમાં ચર્ચેલા વિષયની રૂપરેખા લખવા જઈએ તો પણ ઘણાં પાનાનું લખાણ થઈ જાય. “વિશેષણવતિ” નામના ગ્રંથમાં પરંપરાથી ચાલી આવતી અને પરસ્પર વિરોધવાળી દેખાતી અને તેના જ કારણે અસંગત લાગતી કેટલીક બાબતોને આગમપ્રમાણે વિશેષણો લગાડીને એટલે કે સાપેક્ષદષ્ટિ જોડીને વિરોધ વિનાની એટલે કે યથાર્થ સંગતિ થાય તેવી રીતે આલેખેલી છે. તેમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનના ક્રમિક ઉપયોગની ચર્ચા ઘણી લાંબી કરેલી છે. પરમ પૂજ્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ.સા. કેવલીમાં જ્ઞાન-દર્શનનો અભેદ માની, દર્શનની નવી વ્યાખ્યા બનાવે છે. તથા આ વિષયના આગમપાઠોના તર્કને અનુસારે નવા અર્થો કરી “અભેદને” સિદ્ધ કરવા તેઓશ્રીએ જે પ્રયત્ન કર્યો છે તેનું સવિશેષ નિરસન આ ગ્રંથમાં છે અને સારરૂપે લખ્યું છે કે “આગમને અનુસારે તર્ક કરવો જોઈએ પણ તર્કને અનુસાર આગમને ચલાવવું જોઈએ નહીં.” તથા પરમ પૂજ્ય મલવાદીજી આદિ કેટલાક આચાર્યો એક જ સમયમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનનો ઉપયોગ એમ બન્ને ઉપયોગ સાથે હોય છે એમ કહે છે. તેનું પણ “રસ્થિ સમર્થમિલો કવો"વગેરે પાઠોના આધારે ખંડન કર્યું છે. આવી મહાપ્રભાવશાલી શ્રી જિનભદ્રગણિજીની સાહિત્યરચના છે. માલધારી શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી -
વનરાજ ચાવડાએ વિક્રમ સંવત ૮૦૨ માં અણહીલપુર પાટણની રચના કરી. આ નગર દિન-પ્રતિદિન ધર્માચાર્યોથી, ધર્મસંસ્કારોથી અને નીતિમાન પ્રભાવશાલી રાજાઓ તથા પ્રધાનોથી યશસ્વી બનતું ગયું. રાજા કર્ણદેવના રાજ્યકાલે આચાર્ય શ્રી અભયદેવસૂરિજી થયા. જેમનો રાજા કર્ણદેવ ઉપર ઘણો જ પ્રભાવ હતો. રાજા આ આચાર્યશ્રીનો પરમભક્ત હતો, રાજા કર્ણદેવે જ આચાર્ય શ્રી અભયદેવસૂરિજીને “લધારી” બિરૂદ આપ્યું હતું. “બાહ્ય મલને (મલીન વસ્ત્રાદિને) ધારણ કરતા હતા. તેથી માલધારી” એવું બિરૂદ આપ્યું હતું. આમ તેમની પરંપરામાં થયેલા પદ્યદેવસૂરિજીએ પોતાના બનાવેલા પ્રાકૃતજ્યાશ્રય કાવ્યની વૃત્તિની પ્રશસ્તિમાં લખ્યું છે.
કર્ણદેવ રાજા પછી પાટણની ગાદી ઉપર સિદ્ધરાજ જયસિંહ રાજા થયા અને માલધારી અભયદેવસૂરિજીના સ્વર્ગવાસ પછી તેમની પાટે તેમના શિષ્ય મલધારી શ્રી હેમચંદ્રાચાર્યજી થયા. આ બન્ને આચાર્યોએ અનુક્રમે રાજા કર્ણદેવને અને રાજા સિદ્ધરાજ