________________
મારા જ્યેષ્ઠ પુત્ર સ્વ. બળવંતરાય શિલ્પ સ્થાપત્યનું ઘણું સારું જ્ઞાન ધરાવતા શિલ્પને અમારે કુળ પરંપરાને વ્યવસાયત જાળવી રાખશે, એવી આશા હતી. પરંતુ કમભાગ્યે હમાલયમાં બદ્રીનાથ મંદિરના વિકાસ માટે શ્રી બીરલાજીએ મેકલેલા. વળતા તા, ૧૭ ૮-૭૨ના ભાદ્રપદ શુદ ૫ ના રોજ રસ્તામાં અલકનંદાના પ્રવાહમાં દેહવિલય થયે તેનું મને ઘણું દુઃખ છે.
મારા બીજા પુત્ર વિનોદરાય સપરિવાર અમેરીકા વસે છે બીજા પુત્ર હર્ષદરાયગુજરાત હાઈકેટના એડવોકેટ છે. ચોથા પુત્ર ધનવંતરાય બેંક વ્યવસાયમાં છે. આથી અમારા કુળ પરંપરાના વિદ્યા કળાને વાર મારા પ્રપૌત્ર ચી. ચંદ્રકાન્ત સંભાળી રહ્યા છે તેટલે મને સંતોષ છે.
* ક્ષમા યાચના વિદ્ધાને કહે છે કે કવિની છઠ્ઠામાં અને શિલ્પીના હાથમાં સરસ્વતી વસેલા છે, શિલ્પીની વાણી ભાષામાં વ્યાવરણ ત્રુટીમાં સહજ હેય તે વસ્તુ લક્ષમાં લઈ સુજ્ઞ વાચકે શિલ્પ ગ્રંથની પ્રતિ ઉપેક્ષ સેવી ગ્રંથ ને મૂળ અર્થ ભાવ જ ગ્રહણ કરવા વિનંતી છે શિલ્પીની ભાષાને આ ગ્રંથ છે વિદ્વાને કહે છે કે
ज्योतिषे तंत्र शास्त्रे च विवादे वैद्य शिल्पके
अथ मात्र तु गहणीयान्नान्नशब्द विचारयेत् તિક તંત્ર શાસ્ત્ર વિવાદ ગ્રંથે આયુર્વેદ અને શિલ ગ્રંથાં તેની ભાષાના શબ્દને બહુ વિચાર ન કરતા અર્થને જ ગ્રહણ કરે સૂઝ વિદ્વાનોને વાચકે હંસવૃતિથી આ ગ્રંથ વાંચવા વિનંતી છે.
નવપ્રભાત મુદ્રણાલયમાં શ્રી, મણીલાલ, છગનલાલે, પિતાના પ્રેસમાં સુંદર રીતે સમસર છાપી આપવા બદલ આભાર, - सर्वेषु सुखिनः सन्तु सर्वे सन्तु निरामय
सर्व भद्राणि पश्यंत मा कञ्चदुःखमाप्नुयात् વિ. સં. ૨૦૩૨ ફાગણ વદ ૧ ધૂળેટી પઢાશ્રી પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા તા. ૧૭ માર્ચ ૧૯૭૬
શિલ્પવિશારદ અમદાવાદ–૧૩.
શુભ ભવતુ શ્રાસ્તુ શ્રીકલ્યાણમસ્તુ