Book Title: Dharmpariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 7
________________ નીકળે એ રીતે રજુ કરવા એ એક જુદી વાત છે. પણ માંધાતા વૈજ્ઞાનિકેએ જીવનભર પ્રગશાળાએમાં પ્રયોગો કરીને નવા સિદ્ધાંતો ધડી આપ્યા, પણ પછી થયેલા વિજ્ઞાનિકોએ પ્રયોગથી જ તેમાંના ઘણું સિદ્ધાન્તોને અસત્યરૂપે કે માત્ર આશિક સત્યરૂપે સિદ્ધ કરી દેખાડડ્યા છે એ સુપ્રસિદ્ધ વાત છે. પણ અહી કોઈ પ્રયોગશાળામાં જડ પદાર્થો પર પ્રયોગો ન હોતા કરવાના, કિન્તુ મગજ રૂપી પ્રયોગશાળામાં શાસ્ત્રવચનો પર તર્કનાં રસાયણેથી પ્રયોગ કરવાના હતા. આટલું હોવા છતાંય જે કેળવણી અત્યંત કઠિન હોવાને કારણે જ તેઓશ્રીમદ્દ પર અત્યંત અહોભાવ જગાડી આપનારી છે તેવી ઉપા. મહા. ની એક અત્યંત સન્માનનીય વિશિષ્ટતા એ રહી છે કે ગમે એટલી તકે પૂર્ણ રીતે સ્વઅભિપ્રાયનું તેઓશ્રીએ સમર્થન કર્યું હોય, તે પણ એનું શાસ્ત્રથી સમર્થન કરવાનું તેઓશ્રી ચૂકતા નથી. જ્યાં જ્યાં અભિપ્રાયનું, પિતાને જરાય પણ અસંતોષ ન રહે, જરાય અવરસ જેવું ન રહે, એ રીતે શાસ્ત્રવચનોથી સમર્થન થતું ન લાગ્યું ત્યાં ત્યાં તેઓશ્રીએ “આ બાબતમાં સૂત્ર બીજો કોઈ સુંદર અભિપ્રાય પણ હોઈ શકે...' એવું કે “અથવા આ બાબતમાં બહુશ્રુતિ જેમ કહે તેમ પ્રમાણ કરવું...” એવું વગેરે કહીને પિતાની પાપભીરુતા પ્રદર્શિત કરી છે. ઉપા. મહા ના ગ્રન્થા મુખ્ય બે પ્રકારના છે (૧) પ્રરૂપણું પ્રધાન-આમાં પદાર્થોની પ્રરૂપણું મુખ્ય હોય છે અને એમાં પ્રસંગે પ્રસંગે ચર્ચાઓ લીધી છે જેમ કે ષોડશક-ધાત્રિશઠાત્રિ શિકા (૨) ચર્યા પ્રધાન-આમાં પૂર્વપક્ષ ઉત્તરપક્ષની ચર્ચાઓ જ મુખ્ય હોય છે, ક્વચિત સપ્રસંગ પદાર્થ પરૂપણ હોય છે; જેમકે “અધ્યાત્મમત પરીક્ષા. આમાંના બીજા પ્રકારના જે ગ્રન્થ છે એમાં મોટે ભાગે પિતાને અમાન્ય અન્યદર્શની શાસ્ત્રોનાં વચનોને આગળ કરીને ઊભા થએલા પૂર્વપક્ષોનું નિરાકરણ છે. જ્યારે આ “ધર્મપરીક્ષા’ ગ્રન્થ એવો છે કે જે બીજા પ્રકાર હોવા છતાં સ્વમાન્ય શાસ્ત્રોનાં વચનેને તાણી-તુસીને-મરડીને ઊભા થયેલા પૂર્વપક્ષનાં નિરાકરણાથી જ ભરેલો છે. એટલે કે પોતાને જે શાસ્ત્રકારો આપ્ત પુરુષ તરીકે માન્ય છે, પોતાને જે શાસ્ત્રો પ્રમાણભૂત” તરીકે માન્ય છે તે શાસ્ત્રકારોનાં જ તે તે શાસ્ત્રોના વચને પકડીને જે અશાસ્ત્રીય વાત ઊભી થઈ છે તેનું ખંડન કરવાનું છે. તેથી આમાં સાવધાની કેટલી રાખી હશે તેને ખ્યાલ આવશે તે સરળ છે. વળી ઉપાથાયજી મહારાજાએ માત્ર એક એક પૂર્વપક્ષ ટાંકીને એનું નિરાકરણ કર્યું છે એટલું જ નથી કર્યું, પણ એની ધારાભાદ્ધ સંકલન કરીને ગ્રન્થ રૂપે ગૂથણ કરી છે. એમાંય કેવળીને “દ્રવ્યહિંસા પણ ન જ હોય. એવી માન્યતાવાળા દીર્ધપૂર્વપક્ષની એક એક સ્વતંત્ર ચર્ચાસ્પદ અધિકાર બની જાય એવી જદી જુદી અનેક દલીલોનું ધારાવાહી જે નિરાકરણ કર્યું છે અને તેમાંય જેનું ખંડન કરવું ઉચિત લાગ્યું હોય તેવી કોઈ નાની દલીલ પણ ખૂણે ખાંચરે નિરાકરણ વગરની ન રહી જાય એવી જે એની ગોઠવણી કરી છે તે તેઓ શ્રીમદની સંકલન શક્તિને જોરદાર પર દેખાડવા પરિપૂર્ણ છે. પૂર્વપક્ષીએ પણ શાસ્ત્રવચને ટાકીટાંકીને, અને તેના પર તર્કો લડાવી લડાવીને સ્વમાન્યતા રજૂ કરી છે. ઉપા. મહારાજે એનું ખંડન કર્યું છે. એટલે એ તો સહજ છે કે પૂર્વપક્ષીએ તે તે શાસ્ત્ર વયના, તર્કપૂર્વક જે અર્થ કર્યા છે તે અર્થે યથાર્થ નથી એવું ઉપા. મહારાજે વધુ સચોટ તપૂર્વક રજ કરવું પડે. એ માટે તેઓશ્રીમદે શાસ્ત્રવચને પર પૂર્વાપર અવિરુદ્ધ, તર્કપૂર્ણ પ્રકાશ ફેક છે, અને શાસ્ત્રવચનને યથાર્થ રહસ્યાર્થ પ્રકટ કરી દેખાડે છે, એમાં ક્યાંક તેઓ શ્રીમદે એવું પણ કહ્યું છે. “આવું કહેવામાં શાસ્ત્રકારને આવો અભિપ્રાય હશે એમ ક૯૫વું યોગ્ય લાગે છે. ઈત્યાદિ...” આવું કહીને તેઓ શ્રીમદે જે ક૯પના બે દેખાડી છે, તે તે પણ સત્ય હોવાની પ્રતીતિ થયા વગર રહેતી નથી. એની એક સાબિતી પણ ટાંકું. શાસ્ત્રોમાં એક ઠેકાણે એવી વાત આવે છે કે “ક્રિયાવાદીને સંસાર દેશોન પુદ્. પરા. હેાય છે અને તે નિયમાં શુકલપાક્ષિક હેાય છે.”

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 552