Book Title: Dharmpariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 5
________________ ઉપરોક્ત ગ્રંને પ્રકાશિત કરવાના અમારા સંકલ્પને સાકાર કરાવી આપનાર સંદ્ધારક વર્ધમાન તપોનિધિ આચાર્ય ભગવંતશ્રીનું અમને અન્ય આરાધનાની બાબતમાં ય બહુમૂલ્ય માર્ગદર્શન નિરંતર મળ્યા કરે છે. એટલે તેઓ શ્રીમદના અમે અત્યંત ઋણી છીએ. વળી તે તે ગ્રંથોના ભાવાનુવાદ તેમજ સંપાદન કરી આપનાર ઉપરોક્ત સર્વે મહારાજ સાહેબના પણું અમે ખૂબ ખૂબ ઋણી છીએ. આપણું શ્રી જૈનશાસનની સાતક્ષેત્રની વ્યવસ્થા કેટલી સુંદર છે. જ્ઞાનદ્રવ્યની જે એક સ્વતંત્ર વ્યવસ્થા ન હોત તે, જ્યારે કાગળ અને પ્રીન્ટીંગના ભાવ આસમાને જઈ રહ્યા છે તેવા બેસુમાર મોંઘવારીના આ જમાનામાં સમ્યગજ્ઞાનને ફેલાવે કરનાર આવા શાસ્ત્ર ગ્રંથ પ્રકાશિત શી રીતે કરી શકાત? ઉક્ત વ્યવસ્થાના પ્રભાવે જ અમે પણ અમારી શ્રી સંઘના જ્ઞાનનિધિમાંથી ઉપરોક્ત શાસ્ત્ર ગ્રંથ પ્રકાશિત કરવા સમર્થ બન્યા છીએ. પ્રસ્તુત શ્રી ધર્મપરીક્ષા ગ્રન્થમાં ગ્રન્થકારે રહસ્યમય શાસ્ત્રવચનેને લઈને ઊભા થયેલ જમેનું નિરાકરણ કરી યથાર્થ રહસ્યાર્થી પ્રકટ કર્યા છે. ગ્રંથકારશ્રીના નજીકના ભૂતકાળમાં બહુશ્રુત તરીકે પ્રસિદ્ધ થયેલ એક વિદ્વાન મહાનુભાવે સર્વજ્ઞશતક નામને ગ્રન્થ રચ્યો. એમાં એ મહાશયે કુતર્કોના જોરે જે અશાસ્ત્રીય વાતે ફેલાવેલી એનું મુખ્યતયા આ ગ્રંથમાં નિરાકરણ કરવામાં આવ્યું છે. એ નિરાકરણ કરવામાં ગ્રંથકારશ્રી કેટલા બધા સફળ રહ્યા છે તે તે આ ગ્રંથના અધ્યયનાદિથી જ જાણી શકાય. આ શ્રી ધર્મપરીક્ષા ગ્રંથ પર્વે શ્રી હેમચન્દ્રાચાર્ય ગ્રંથાવલિ પાટણ તરફથી પુસ્તકાકારે પ્રકટ થયેલ. પછી શ્રી જૈનગ્રંથ પ્રકાશક સભા, અમદાવાદ, તરફથી વિ. સં. ૧૯૮ માં પ્રતાકારે પ્રસિદ્ધ થયેલ. હવે અમારા શ્રી સંઘના જ્ઞાનખાતામાંથી એને ભાવાનુવાદ સહિત પ્રકાશિત કરતાં અમે અનેરો આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથપ્રકાશન માટે હસ્તલિખિત પ્રત તેમજ મુદ્રિત પ્રત પૂરી પાડનાર સંસ્થાઓને અમે આભાર વ્યક્ત કરીએ છીએ. તેમજ ગ્રંથનું સુંદર, શીધ્ર મુદ્રણ કરવા યત્નશીલ સ્વામીનારાયણ મુદ્રણ મંદિર તેમજ જગી પ્રીન્ટર્સના માલિક, સંચાલક, કંપોઝીટર વગેરેને પણ ધન્યવાદ પાઠવીએ છીએ. ભવિષ્યમાં પણ મહાત્માઓના સહયોગથી અન્યાન્ય ગ્રંથને પ્રકાશિત કરી શ્રુતભક્તિ કરવાનું સૌભાગ્ય અમને સાંપડે એવી પ્રાર્થના સાથે. શ્રી અધેરી ગુજરાતી જૈનસંઘ વતી હર્ષદ સંઘવી.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 552