Book Title: Dharmpariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય નિવેદન કાળના વહેણને વહી જતા શી વાર લાગે? શ્રી જનશાસનના નભોમંડલના એક ઝળહળતા સિતારા મહામહોપાધ્યાય ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાને દિવંગત થયાને ય ત્રણ શતાબ્દિએ વીતી ગઈ. કાળની અપેક્ષાએ અલ્પ એ પણ આટલો કાળ આપણે સહુ માટે ઘણે સુદીર્ઘ પુરવાર થયેલ છે. (૧) લોકેની જીવનપદ્ધતિમાં આસમાન જમીનને તફાવત થઈ ગયો છે. અને (૨) મહામહોપાધ્યાયજીના પણ અનેક ગ્રન્થ આપણું સહુના કમભાગ્યે લુપ્તપ્રાય: થઈ ગયા છે. તેમ છતાં તેઓ શ્રીમદ્દન જે ગ્રન્થ આજે વિદ્યમાન છે તે પણ આપણને સત્ય રાહ ચીંધવામાં ઘણું ઘણું સક્ષમ છે એ આપનું સહનું સદભાગ્ય છે. પણ ખેદની વાત એ છે કે આપણું જીવન વ્યવસ્થા એવી અર્થપ્રધાન બની ગઈ છે અને ભૌતિકતા તરફ ફંટાઈ રહી છે કે જેથી તેઓ શ્રીમદ્દના ગ્રંથને ભણવા વગેરેની શક્તિ અને ઉલ્લાસ આપણે લગભગ ખેાઈ બેઠા છીએ. જનસામાન્યને સમજવામાં ઘણું મુશ્કેલી પડે એવી ન્યાયશૈલિ શામ સંમત વાતનું પ્રતિપાદન કરવામાં ઘણી સચોટ હઈ મહામહોપાધ્યાયજીએ એ શૈલીને સ્વગ્રન્થમાં અપનાવી છે. પણ દુરુહ ન્યાય શૈલીના કારણે જ આજે આપણામાંને મોટે ભાગે તેઓ શ્રીમદ્દના ગ્રંથે પ્રત્યે “આમાં આપણું કામ નહિ” એ અભિગમ ધરાવતો થઈ ગયો છે. કલિકાળમાં “દુષીને ગુણ દોષ થવો પ્રસિદ્ધ છે. એટલે તેઓ શ્રીમદના ગ્રન્થનું અધ્યયન-અધ્યાપન મંદ બનતું ગયું છે. એ અધ્યયન-અધ્યાપન પુનઃ વેગવંતુ બને અને મહામહોપાધ્યાયજી પ્રત્યે કંઈક ભક્તિ વ્યક્ત થાય એવી અપેક્ષાએ અમારા શ્રી સંઘે તેઓ શ્રીમદની ત્રીજી શતાબ્દીએ તેઓ શ્રીમદ્દના શકય એટલા વધુ ગ્રંથ ભાવાનુવાદ સાથે બહાર પાડવાને શુભ સંકકલ્પ કર્યો. તે માટે વર્તમાન શ્રી શ્રમણુસંઘમાં નજર દોડાવતાં, સંઘહિતચિંતક વર્ધમાન તનિધિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પાસેથી આ સંકલ્પ સફળ થવાની શક્યતા દેખાઈ. તેઓ શ્રીમદને એ અંગે વિનતિ કરતા અમારો ઉલ્લાસ વધે એ રીતે તેઓશ્રીએ અમારી વિનંતિને સ્વીકારી. તેઓ શ્રીમદુની અનુજ્ઞા અને કૃપાથી નીચે મુજબના ગ્રંથ તૈયાર થઈ ગયા–રહ્યા છે. * જ્ઞાનબિન્દુ-(ભાવાનુવ) પ. પૂ. જયસુંદર વિ. મ. સા.-મુદ્રિત ધર્મપરીક્ષા-(ભાવાનુ.) પ. પૂ. અભયશેખર વિ. મ.સા. , # પ્રતિમાશતક-(ભાવાનુ) પ. પૂ. અજિતશેખર વિ.મ.સા-કેસમાં * સામાચારી પ્રકરણ-આરા. વિરા. ચતુર્ભગી ) (ભાવાનુ.) પ. પૂ. અભયશેખર કૃપદષ્ટાન્ત વિશદીકરણ પ્રકરણ | વિ. મ. સા.-મુદ્રિત * સમ્યકત્વ ષટ્રસ્થાનની ચઉપઈ–સંપાદન પ. પૂ. પં. શ્રી પ્રદ્યુમ્ન વિ. ગણિવર સંક્ષિપ્ત વિવરણ–પ. પૂ. અભયશેખર વિ. મ. સા.-પ્રેસમાં

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 552