Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 03 Sadhu Samsthani Anivaryata ane Upayogita
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 4
________________ પણ કેટલીક વાતો સૂચવેલી. તે પ્રમાણે યજ્ઞ-આતિ-ભોગ અને સિદ્ધિ આવ્યાં. સંતાનપ્રાપ્તિથી લઈને ચક્રવતપણાં માટે એનો જ આધાર લેવાત. પણ શ્રેષ્ઠ વ્યક્તિત્વની માનવીની ચિરંતન ઝંખના તેને જ ચરમ ધ્યેય માનીને ન બેસી અને તેણે આગળ વધીને વાનપ્રસ્થ અને–સંન્યાસને માર્ગ લીધે. વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ પણ માણસના શ્રેષ્ઠ વ્યક્તિત્વની ઝંખનાને અનુરૂપ ન થયા : શા માટે એ શ્રેષ્ઠ વ્યક્તિત્વની પ્રાપ્તિ માટે અધાં જિંદગી બેસી રહેવું..? બાળમરણ અને યુવાન-મરણના પ્રશ્ન તો આજને જેમ તે વખતે પણ હતા. તેમાંથી જે મને મંથન જાગ્યું તે એ જ કે સંસ્કારોની જાગૃતિ અને શ્રેષ્ઠ વ્યક્તિત્વની પ્રાપ્તિના પ્રારંભકાળ માટે બ્રહ્મચર્યાશ્રમ જ શ્રેષ્ઠ છે. અર્ધી જિંદગી પસાર થયેલ અને અર્ધ શિથિલ શરીર વડે શ્રેષ્ઠ વ્યક્તિત્વની પ્રાપ્તિ માટે જવા કરતાં બ્રહ્મચર્યનું તેજ ચમકતું હોય ત્યારે શા માટે ન જવું? અને એ જ ચિતનમાં આગળ ? વધીને માણસે કાળનાં બંધને કાપી નાખ્યા અને જ્યારે સુષુપ્ત આત્મા એ શ્રેષ્ઠ વ્યકિતત્વની ઝંખના માટે વ્યાકુળ થાય એ જ યોગ્ય સમય છે, એમ માનવામાં આવ્યું. અનુભવે એટલું તે જણાયું હતું કે શ્રેષ્ઠ વ્યકિતત્વની શોધ અને સિદ્ધિ માટે જગતના કોઈ પણ પ્રકારના ભૌતિક બંધને ન જોઈએ. સ્ત્રી, સંપત્તિ કે સત્તા ત્રણેય બંધનરૂપ છે એટલે કુટુંબ, વેપાર કે રાજ્ય બધાને ત્યાગ જરૂરી ગણાયો. એને સાધુસંસ્થાના પ્રથમ ચરણ ગણાવી શકાય. એણે લોકોને શ્રેષ્ઠ વ્યકિતત્વની અખંડ સાધનાને રસ્તા બતાવ્યો એટલું જ નહીં લોકોએ પણ એ પંથને વંદનીય, પૂજનીય અને અનુકરણીય મા .. પણ, સમય વહેતું જાય તેમ વસ્તુ જૂની થતી જાય. ફરી તેની નવી પ્રક્રિયાઓ ઊભી થાય તેમાં વિકૃતિઓ પણ આવે...પરિણામે સાધુસંસ્થા પણ આ બધી બાબતોથી બચીને ન રહી શકી. શ્રેષ્ઠ વ્યક્તિત્વની શોધમાં નીકળેલા, બધું ત્યાગીને નીકળેલા પિતપતાને પંથ શ્રેષ્ઠ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 278