Book Title: Dharmakathanuyoga Part 1 Author(s): Kanhaiyalal Maharaj, Dalsukh Malvania Publisher: Agam Anuyog PrakashanPage 16
________________ ભગવાન ઋષભદેવને સમયમાં જ થયેલ તેમના જ પત્ર મરીચિના જીવનકાળમાં જ અનેક દર્શનને પ્રાદુર્ભાવ થઈ ગયો હત; તેમાં ચારે વેદોનાં નામ છે કે નહીં ? આ અન્વેષણીય છે. ચાર્ય પ્રાપ્તિમાં કતિકા નક્ષત્રથી પ્રારંભાતા નક્ષત્રમંડળને ઉલ્લેખ છે. આ નક્ષત્રમંડળ કેટલા વર્ષ પૂર્વે હતું તે પણ અન્વેષણીય છે. સૂર્ય પ્રાપ્તિમાં પ્રરૂપિત કૃતિકા નક્ષત્રથી પ્રારંભાતું નક્ષત્રમંડળ જે શાશ્વત હોય તે સૂર્ય પ્રાપ્તિ આગમ પણ ગણિપિટકની જેમ શાશ્વત છે, જો અશાશ્વત હેય તે સૂર્ય પ્રજ્ઞપ્તિની સંકલનાને સમય તે કૃતિકાથી પ્રારંભતા નક્ષત્રમંડળને કાળ છે એમ માનવામાં કઈ બાધા છે ? આગમ-મંદિર બન્યાં. આગમોનાં શુદ્ધ સંસ્કરણ ન બન્યાં શાસન-પ્રભાવનાની અનેક યોજનાઓમાં પ્રતિવર્ષ ઉદારતાપૂર્વક ધનરાશિને સવ્યવ જયાં થઈ રહ્યો છે ત્યાં આગમે માટે કોઈ તાણ નથી. આગમ તે જૈનદર્શનના હાર્દ સમાન છે, તેમના સ્થાયિત્વ માટે આગમ-મંદિરનું નિર્માણ એક મહત્ત્વપૂર્ણ આયોજન છે. એ જ રીતે તામ્રપત્ર પર આગમોનું આલેખન પણ ઉપયોગી છે. અત્યાર સુધી કેટલાં આગમ મંદિર બન્યાં છે તેની પૂરી યાદી મારી પાસે નથી. પરંતુ આગમ-મંદિરનાં નિર્માણમાં જેટલી ધનરાશિનો ઉપયોગ કરવામાં આ તેટલા જ ધનથી આગમનાં શુદ્ધ સંસ્કરણે તૈયાર થઈ શકે છે–પ્રકાશન વ્યવસ્થાના વિશેષજ્ઞોને આ મત છે. જે શુદ્ધ કરાયેલ પ્રતે પાઠ જ આગમ-મંદિરમાં અંકિત કરવામાં આવે તો તેમનું આયોજન સફળ બનેએ પાઠેના આધારે જ શુદ્ધ સંસ્કરણે પણ નીકળી શકે. સ્વર્ગસ્થ મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે આગમનાં શુદ્ધ સંસ્કરણ માટે ભગીરથ પ્રયત્ન કર્યો હતો અને કેટલાંક આગમોનાં શુદ્ધ સંસ્કરણે પ્રકાશિત પણ થયાં હતાં, પરંતુ શાસનદેવોની ઉદાસિનતાના કારણે તે કાર્ય અધૂરું રહી ગયું. હવે તે પૂરું કરવા માટે યોગ્ય મૃતધરનો પ્રયત્ન કયારે શરૂ થશે તે તો કઈ દૈવજ્ઞ જ જાણું શકે. આ માત્ર સંકલન છે આ ધર્મકથાનુયોગમાં અંગ-ઉપાંગાદિ આગમોમાંથી માત્ર ધર્મકથાઓ, કથાશે, રૂપકે, ઉદાહરણે, જીવનપ્રસંગે તથ: ઘટનાઓનું જ સંકલન કરાયું છે. ધર્મ કથાઓના ગદ્ય-પદ્ય મૂળ પાઠ તથા અનુવાદના સંશોધનને સંકલ્પ પહેલાંથી જ ન હતો, કારણ કે એ કાર્ય સમૂહગત શ્રમસાધ્ય હતું. પ્રથમ સંસ્કરણ ઘણા ભાગે સર્વાગ વ્યવસ્થિત થઈ શકતું નથી. સંકલન સંથે સંબંધે સર્વત્ર આ જ અનુભવ થાય છે. વિદ્વજને જુએ છે, મૌલિક સંશોધન સૂચવે છે, તદનુસાર પરિષ્કૃત પરિમાર્જિત સંસ્કરણ તૈયાર થતાં જાય છે. અનુવાદક વિદ્વાનને મૂલાનુસારી અનુવાદ કરવાનું કહેવામાં આવ્યું હતું–તેમાં તેઓ કેટલા સફળ થયા છે એ નિર્ણય તો સ્વાધ્યાયશીલ વાચકે જ કરશે. પ્રસ્તાવના-લેખન વર્તમાન યુવાન શ્રમણોમાં શ્રી દેવેન્દ્રમુનિજી શાસ્ત્રી અદ્વિતીય સાહિત્ય-સૃષ્ટા છે, અનેક સમીક્ષાત્મક ગ્રંથોના લેખક છે, અનેક આગમો અને સંદર્ભ ગ્રંથની ભૂમિકાલેખક છે, તેઓના કેટલાય શોધલેખ પ્રકાશિત થયા છે, છતાં તેઓ પદવીઓથી વિરત છે. તેમની લેખનશૈલી અપ્રતિમ છે. તેમણે જ પ્રસ્તુત ધર્મકથાનુગની સમીક્ષાત્મક ભૂમિકા લખીને આગમકથાઓનું અમૃતપાન કરાવ્યું છે. સ્વાધ્યાયશીલ સાધક તેઓની આ કૃપા માટે સંદેવ આભારી રહેશે. આ ભૂમિકાને ગુજરાતી અનુવાદ ડે. કનુભાઈ વ્રજલાલ શેઠ (રિસર્ચ ઓફિસર, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ)એ કરેલ છે. સંકલન સહયોગ ધર્મ કથાનુયોગનું છ સ્કંધોમાં વિભાજન તથા શ્રમણ-શ્રમણીઓ અને શ્રાવક-શ્રાવિકાઓનું તીર્થકરોના શાસનકાળ મુજબ ક્રમાનુસાર વગીકરણ કરવાનું શ્રેય સુવિખ્યાત વિદ્વાન પં. શ્રી દલસુખભાઈ માલવણિયાને છે. આ આત્મીય ભાવથી આપેલ સહયોગ બદલ હું તેમને સદૈવ કૃતજ્ઞ છું. શ્રી વિનય મુનિ “વાગીશે' આ સંકલન કાર્યમાં પૂરો સંભવિત સહયોગ આપ્યો છે, આથી તે પણ ધન્યવાદને પાત્ર છે. -અનુયોગ પ્રવર્તક મુનિ કહૈયાલાલ કમલ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 608