________________
૧૨
ધર્મ અને સંસ્કૃતિ વૈદિક એવી ત્રણ વિચારધારાની પરંપરાના વિચાર અને આચારમાં ભેદ રહ્યો છે અને તે સ્પષ્ટ રીતે દષ્ટિગોચર થાય છે. પરંતુ સામ્યભાવના સંબંધમાં આ ત્રણે વિચારસરણીઓ એકમતીવાળી હોય એમ દેખાય છે. સૌની સાથે સામ્યભાવ રાખ-સમાનતાને વર્તાવ રાખો એ સંબંધમાં કોઈ નો વિરોધ જોવામાં આવતું નથી. એક અથવા બીજા રૂપે આડા અવળા ફરી ફરીને બધા વિચારક સામ્યભાવની ધરી પર આવીને એક બની જાય છે. સામ્ય-સાધના બધાનું સંગમ-સ્થા છે.
અદ્વૈતવાદ વેદાન્તનું મૂળ છે. દાર્શનિક ચર્ચા, વાદવિવાદ તેમજ તર્કવિતર્ક કરતી વખતે અદ્વૈતવાદનો જે કંઈ અર્થ કરવામાં આવે છે અને પ્રત્યક્ષ દેખાતા સંસારને મિથ્યા સિદ્ધ કરવા માટે જે કંઈ તકે રજૂ કરવામાં આવે છે, તેના ઉપર આપણે અહીં વિચાર નહીં કરીએ. એમ કરવાને આ પ્રસંગ પણ નથી. આપણે તો અહીં અદ્વૈતના વાસ્તવિક અર્થ ઉપર વિચાર કરીશું. અને સીધે સરળ અને સ્પષ્ટ અર્થ છે–દ્વતને અભાવ, દ્વતને પરિત્યાગ. વ્યક્તિ વ્યક્તિની વચ્ચે જાતિ, લિંગ, વર્ણ, વર્ગ, ધર્મ, પંથ, સંપ્રદાય, પ્રાંત, દેશ અને ભાષા વગેરેના ભેદને આગળ કરીને જે દ્વૈતવાદની વિષમતાની દીવાલે ઊભી કરવામાં આવી છે તેને તોડી પાડી પ્રત્યેક વ્યક્તિની સાથે પિતાપણાને સંબંધ સ્થાપિત કરે, બધાનાં દુઃખો મટાડિવા પ્રયત્ન કરો અને બધાના સ્વાર્થમાં પિતાને સ્વાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org