________________
ચિત્રાંતિ કરવા તેઓ જાતે જ ભાવનગર લાવેલા. એમને પ્રોત્સાહિત કરવામાં પણ પરમાનંદભાઈનો ઠીક ઠીક ફાળે. આ પ્રવાસ-પર્યટનના પણ તેઓ એવા જ રસિયા જીવ. પર્વતનાં શિખર અને કંદરાઓ, હરિયાળાં મેદાનો અને સાગરકિનારા–આ સહુ એમનાં પ્રિય પ્રવાસધામો. હિમાલય માટે તો એમને એક સ્વજન સમો પ્રેમ ! પ્રકૃતિના સાનિધ્યમાં એ નવચેતન પામતા. એમને પ્રવાસોત્સાહ એમનાં પ્રવાસવર્ણનમાં વારંવાર ડોકિયાં કરી જાય છે. પ્રવાસ દરમિયાન મુખ્યત્વે રેલના ડબ્બાના બારણા પાસે ઊભા રહી પ્રવાસ માણવો એ એમની વિશિષ્ટ રીતિ.
આવા માનવપારખુ ઝવેરી તરીકે વણિક; આજીવન જ્ઞાનોપાસના : કરનાર બ્રાહ્મણ, સંઘર્ષો સામે સદા ઝઝૂમનાર ક્ષત્રિય, નીડર, નિષ્ઠાવાન, નિર્દશ પત્રકાર; સ્વાર્થહીન, શાણા સમાજસુધારક; મુક્ત અને મૌલિક વિચારક, સમભાવી અને સ્નેહા સંસારી; શુદ્ધ અને શાંત સ્વદેશપ્રેમી; મોકળા મનના માનવમમાં સરળતા, સાદાઈ, સત્ય, સૌન્દર્ય ને શુચિતાના આગ્રહી આશક અને પ્રબુદ્ધ પુરુષ પરમાનંદભાઈ ૧૯૭૧ના એપ્રિલની ૧૭મી તારીખે હૃદયરોગના હળવા હુમલાથી સવારના નવ વાગ્યે મુંબઈ ખાતેના પિતાના નિવાસસ્થાનેથી “પરમઆનંદ’ ધામમાં જઈ વસ્યા, એ આપણા વિચારપત્રો અને વિચારક , વર્ગને ભારે મોટી ખોટ પડી છે. વેદની ઋચા “આ નો માર ગતો ચન્તુ વિરવતા' (દરેક દિશાએથી અમને શુભ ને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ) નો આદર્શ જાણે કે એમણે જીવનભર અપનાવ્યો હતિ; તે એમના દેહવિલય બાદ પણ પ્રજાજીવનમાં દઢમૂલ બનો. એ જ પરલોકવાસી પરમાનંદભાઈને પરમ આનંદ છે.* (અમદાવાદ)
પ્રો. ધીરુભાઈ પરીખ * પ્રગટઃ “કુમાર”, સળંગ અંક પ૭૩. Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org