Book Title: Buddhiprabha 1965 09 SrNo 66 Author(s): Gunvant Shah Publisher: Gunvant Shah View full book textPage 7
________________ તા. ૧૦-પ-૧૯૬૫ જૈન ડાયજેસ્ટ સદવિચારો આપીને તથા ઠરાવ પ્રમાણે વર્તીને ધીમી ધીમી ગતિ કરીને સંગીન સુધારા કરવા જોઈએ. કેઈપણ બાબતમાં બે મતભેદ પડે એમાં કંઈ આશ્ચર્ય નથી. પણ તેમાં સત્ય શું છે તેને નિર્ણય કરવો જોઈએ. અન્ય કોમો કરતાં જેને કામ પાછળ રહે એમ તો કદી ઈછવા યોગ્ય નથી અન્ય કેમે કરતાં જૈન કમ આગળ વધે એવા ઉપાયો લેવા જોઈએ, તુર્ત વાવેલાં બીજ કંઈ એકદમ ફળ આપી શકતાં નથી. બીજ વાવનારાઓને પોતાને ફળી મળે એવી આશાએ જ બીજ ન વાવવા જોઈએ પણ ભવિષ્યની પ્રજા માટે સત્કાર્યનાં બીજે વાવવાં જોઈએ. જેનોમાં હાલ ચાલતા કુસંપ સદાકાળ રહેવાનું નથી. જે થાય છે તે સારા માટે થાય છે. ભવિષ્યમાં કંઈ સારું પરિણામ આવવાનું હશે તો કેણ જાણે. ગંભીરતા અને સહનશીલતા ધારણ કરીને જન બધુએનું ભલું કરવા પ્રયત્ન કરશો. અને મનમાં પ્રગટ થતાં બેદને શમાવી દેશો. શ્રી વીતરાગ ધર્મની આરાધના કરશો. પ્રભુ ભકિતમાં સદા કાળ તત્પર રહેવું. જેને ધર્મની આરાધના કરવામાં પ્રમાદ કરો નહિ ધર્મના કાર્યો કરવામાં પ્રવૃત્તિ કરવી. પરભવનું ભાતુ બાંધ. વામાં ખામી રાખવી નહિ. જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી ધર્મની સાધના ખરા ભાવથી કરશો. ઘરમાં એક આગેવાન ધમ હોય છે તો તે આખા ઘરના મનુષ્યને ધમ બનાવે છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ લિ૦ બુદ્ધિસાગર.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68