________________
૪૬ ]
બુદ્ધિપ્રભા
(તા. ૧૦--૧૯૬૫
| ઉન્નતિ વ્યા?
ક
પરસ્પર કુસંપથી બંધાયેલું સૈન્ય જેમ નાશ પામે છે તેમ ચતુર્વિધ સંઘ પણ કુસુંપથી અવનતિ પામે છે.
સંપ, ભ્રાતૃભાવ અને જૈન સંઘન્નતિના કાર્યો કરવામાં સાંપ્રત જેન કોમમાં જે જે અંશે કુયુંપ, કલેશ, પરસ્પર મતભેદ તકરારો વગેરે ઉત્પન્ન થાય છે તે તે અંશે જન કોમ પછાત રહે છે અને પચીશ પચાસ વર્ષમાં ધારેલી ઉન્નતિના બદલે જેન કેમ પચાસ વર્ષ પાછળ રહે છે. દરેક જેને આ હૃદયમાં ખાસ વિચારીને અવનતિ કરનાર કુયુંપ વગેરેનો નાશ કરવા માટે જેટલો બને તેટલો આત્મભેગ આપવા જોઈએ.
દરેક જૈનના મનમાં જૈન કોમની એકતા કરવા અને જૈન સંઘ અને જૈનધર્મ માટે આત્મભોગ આપીને કંઈપણ કરી બતાવવાની ઈચ્છા થશે ત્યારે જેન કોમમાં વાસ્તવિક પ્રગતિની ચળવળ ઉભવશે એમ ખાત્રીથી માનવું. .
હું જેન કોમનો એક ભાગ છું. મારી શક્તિ પ્રમાણે જેન કોમ અને જૈનધર્મ માટે મારા શીર્ષ ઉપર પ્રાપ્ત થએલી ફરજો બજાવવી જોઈએ તે જ મારે કર્મયોગ છે એમ જ્યારે દરેક જૈનના મનમાં વિચાર આવશે ત્યારે ચતુર્વિધ સંઘના પ્રત્યેક અંગની પુષ્ટિ વૃદ્ધિ થશે..............
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી