________________
૪૮]
બુદ્ધિપ્રભા
{ તા. ૧૦-૫-૧૯૬૫
સેવાની ત્રિવેણી
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી
માન અને અપમાન વૃત્તિપૂર્વક મહાસંઘાદિની સેવામાં પ્રવૃત્ત થવું એ અધમ સેવા છે,
જૈન મહાસંઘ વગેરેની સેવામાં માન, અપમાન અને યશઃ કીર્તિ આદિની પ્રાપ્તિ માટે યા બીજા કોઈ સ્વાર્થને લઈ પ્રવૃત્તિ કરવામાં આવે એ મધ્યમ સેવા છે.
અને માન તથા અપમાનની લાગણી વિના તેમજ કોઈ પણ પ્રકારની કામના વિના નિષ્કામભાવે સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ એ ચતુર્વિધ મહાસંઘની સેવા એ ફકત પિતાની ફરજ છે એમ માનીને જે સેવા કરવામાં આવે છે તેને ઉત્તમોત્તમ સેવા જાણવી.
હું ફકત મારી શકિત અને સ્વાધિકાર પ્રમાણે વ સેવારૂપ સ્વ ફરજને અદા કરું છું અને તે કર્યા વિના મારે છુટકો નથી એમ જાણીને જે મનુષ્ય જૈન મહાસંઘ જેન ધર્મ પ્રસાર પ્રગતિની પ્રવૃત્તિમાં ઉકત થાય છે, તે સંવર અને નિર્જરા તો વડે આત્મન્નિતિ પૂર્વક મહા સંઘન્નતિ કરી શકે છે.
અપમાન સહન કરવાની આત્મશકિત પ્રકટયા વિના જૈન કમની સેવા, જૈન ધર્મની સેવા વગેરે અનેક પ્રકારની આવશ્યક પ્રશસ્ય સેવામાં એક ડગલું માત્ર પણ આગળ વધી શકાવાનું નથી..............