Book Title: Buddhiprabha 1965 09 SrNo 66
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 58
________________ ૫૬] બુધ્ધિપ્રભા [ તા. ૧૦-પ-૧૯૬૫ ઉપસંહાર જૈન શાસનની પ્રગતિ માટે દરેક જૈને કટીબદ્ધ થઈને આત્મભોગ આપો. જોઈએ અને સાંકડા મુડદાલ વિચારોને તો હદયમાંથી દૂર કરવા જોઇએ. ભાવિભાવ અને કર્મનો પક્ષ લઈ ને એકાતે આ બાબતમાં ઉપેક્ષા બુદ્ધિથી જોવામાં આવશે તે જૈનના નામને કલંકિત કરશે. અસલના કાયદાઓ, આચારો અને આચાર્યો તેમજ સાધુઓ સારા હતા. એમ માનીને, વર્તમાન કાળમાં, વર્તનાર સાધુઓ અને સાધ્વીઓ, આચાર્યો, ઉપાધ્યાઓ અને પ્રવર્તકે, શ્રાવકે અને શ્રાવિકાઓ પ્રતિ માનની લાગણીથી. જોવામાં નહિ આવે તે જૈન શાસનની ખરેખરી ભક્તિથી ભ્રષ્ટ થવાશે, એમ દરેક જૈને હૃદયમાં ખાસ વિચારવું. વર્તમાનમાં વિદ્યમાન શાસન ભકત દ્રવ્ય, ક્ષેત્ર, કાળાનુસાર મહાવ્રતધારી સત્યોદશેક એવા આચાર્યાદિના ઉપદેશને અંગીકાર કરવામાં નહિ આવે તે જૈન કોમ પોતાના પગ ઉપર કુહાડે મારીને પિતાના સ્વહસ્તે જ નાશ કરવાની સ્થિતિમાં મૂકાશે. આશા છે કે ઉપરોક્ત વિચારેથી દરેકના હૃદયમાં સારી અસર થશે. અને જૈન કેમ સવેળા જાગૃત થશે. રવની સ્વાધિકાર પ્રમાણે ફરજ એ છે કે જૈન મહાસંઘની પ્રગતિના સ વિચારોને જણાવીને તેને ફેલાવો કરવો. જૈન મહાસંઘ સવેળા જાગૃત થશે તે ન્નતિની વિશેષતઃ આશા રાખી શકાશે. જૈન મહાસંધની પ્રગતિના સદ્ વિચારમાં અને આચારમાં સ્વદષ્ટિ પ્રમાણે ભાગ લેતાં જે કાંઈ જિનાજ્ઞા વિરુદ્ધ લખાય વદાય તે માટે મહાસંઘની સમક્ષ— મિથ્યા મે દુષ્કૃત શબ્દ દ્વારા ક્ષમા માંગવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68