Book Title: Buddhiprabha 1965 09 SrNo 66
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 22
________________ ગીત પરિચય ગુણવંત શાહ શરણાઇના સૂર દસ વરસ પછી હું એ જગા જોઇને વિચારમાં પડી ગયા. અહાહા ! અહીં એક વખત સુંદર મહેલાત ઊભી હતી. એ મહેલની અટારી ગગન સાથે વાત કરતી હતી. મહેલની ચાતરફ સુંદર ફુલવાડી હતી ને એ વાડીમાં કે કોયલ કૂજતી'તી તે કે કબૂતરાના ગેહંકારવ ગૂજતા હતા. મહેલના ઝરુખેથી રાજ સવા૨ે શરણાઈના સૂર શ્વેતાં હતાં. અને રાત તે જાણે આ મહેલ દ્વીપમાળ પહેરીને ઘૂમતી હતી. અજબ છટા એ મહેલાતની હતી !! પાછળ અને આજે ? ૨ મહેલાત ધરાશાયી બની હતી. જે ઝરુખેથી ણાઈના સૂર વ્હેતાં હતાં એ ઝરુખે કાગડાની એક જમાત કા કા કરતી હતી જે અટારી ગગન સાથે વાતા કરતી હતી એ અટારી આજ ધરતીના પાય ચૂમતી હતી. જેના ટોડલે ટોડલે ને પાળે પાળે દીવા ઝગમગતા હતા ત્યાં આજ ધૂળના ગેાટ ઘૂમરાતા હતા. અને દેવો જે ગગનમાં મહેલાત જોવા ઊભા રહેતા હતા ત્યાં આજે ગીધ અને સમડી એક એક સામે ઘૂરકી રહ્યા હતા. સાચે જ પલકની ખબર કોઈને ના પડે.

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68