________________
તા. ૧૦-૫-૧૯૬૫]
જન ડાયજેસ્ટ
[ ૪૧
ત્યાં સુધી
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી
સાધુઓ અને સાધ્વીઓના ઉત્સર્ગ અને અપવાદથી આચાર અને વિચારોના બંધારણ ગમે અને પૂર્વાચાર્યોના ગ્રંથોમાંથી મળી આવે છે.
દેશ કાલાનુસાર શ્રી આનંદવિમલમુરિનાં સમયમાં, શ્રી વિજયસેનસૂરિના સમયમાં અને શ્રી સત્યવિજયજી પંન્યાસના સમયમાં સાધુઓ અને સાધ્વીઓના આચાર સંબંધી બલરૂપ કેટલાક નિયમો ઘડાયા છે. શ્રાવકો અને શ્રાવિકાએના ધર્મ વતનનાં બંધારણે આગમે અને ગ્રંથોમાંથી મળી આવે છે.
ચતુર્વિધ સંઘના બંધારણના કાયદાઓ કયા કયા છે તેની ફરીયાદ વારંવાર થયા કરે છે, આગ અને પૂર્વાચાર્યોના ગ્રંથમાંથી જે જે ચતુર્વિધ સંધની વ્યવસ્થાના બંધારણે મળી આવે તે એકઠી કરવાની જરૂર છે.
વર્તમાન કાળમાં વિદ્યમાન ગીતાર્થ સાધુઓ-સાધ્વીઓ અને આચાર્યોએ એકઠા મળીને ભૂતકાળમાંથી મળી આવેલાં ચતુર્વિધ સંઘના બંધારણ સબંધી ઉહાપોહ કરીને તેમાં સુધારા વધારો કરવો અને ઉત્તમ અગ્રગણ્ય માન્ય શ્રાવકે અને શ્રાવિકાઓની સંમતિપૂર્વક બહાર પાડવાં.
- જ્યારે ચતુર્વિધ સંઘના બંધારણમાં કાયદાઓને જૈન કેમ સમજતી થશે અને તેના પ્રત્યેક કાયદા સંબંધી ન્યાયપૂર્વક દેશકાલાનુસાર ઘણી ચર્ચાઓ ચાલશે ત્યારે જૈન કામમાં જાગૃતિ આવશે અને–
પશ્ચાત્ ગચ્છ, સંઘ અને ચતુર્વિધ સંઘની બેઠક ભરવામાં આવશે–
પશ્ચાત આચાના અધ્યક્ષપણા નીચે તે કાયદાઓને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાનુસારે ઉત્સર્ગ અને અપવાદ માગે અમલમાં મૂકવામાં આવશે ત્યારે–
જૈન ધર્મ રૂ૫ રાજ્યના દરેક અંગની અને ઉપાંગની સુવ્યવસ્થાપૂર્વક પ્રગતિ થશે.
આચાર્યોનું ઉત્તમાંગ પૂર્ણ, તાજું અને સુવ્યવસ્થિત થયા વિના અને આચાર્યની આજ્ઞા પ્રમાણે ની ધર્મ કત્તિ થયા વિના નથી– જૈનાચાર્યોમાં પરસપર અમુક બે ધારણએ સુલેહ સંપ થયા વિના જૈન સંઘનું બંધારણ સુવ્યવસ્થિત થવાનું નથી......