Book Title: Buddhiprabha 1964 12 SrNo 61
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 8
________________ બુદ્ધિપ્રભા [ તા. ૧૭-૧૨-૧૯૯૪ ધ ડેલ, માથેરાન, તા. ૨–૧૦–૧૯૨૨ રા. ભાઈ મોહનભાઈ, હું શું કામ તમને મળવા માંગતો હતો તે વિષે તમને પત્ર મળ્યો હશે. એક બીજી વાતમાં મદદ જોઈએ છે, મારી વાતમાં હેમચંદ્રસૂરિ મંજરીને મળે છે. તે વિષેની વિગતમાં સાધુજીવનના નિયમથી વિચિત્ર હું કાંઈ ન લખી દઉં તેથી નીચેની માહિતિ જોઈએ છે. (૧) સુરિ સ્ત્રીને મળી શકે ? (૨) સાધુઓ પીંછી રાખે છે તેનું નામ શું? (૩) કેઈ સ્ત્રીની છબી મનમાં આવે ને સાધુને મન શુદ્ધ કરવાં વ્રત કરવાં પડે તો તે કેવાં ને ક્યાં કરે? જૈન સાહિત્યમાંથી તેનાં એગ્ય નામ આપશો? (૪) સાધુ પાટલા પર તે ન બેસે. તે શું ભય પર સાફ કરી બેસે ? (૫) મંજરીને ત્યાં કાંઈ ખાય કે નહિ ? (૬) સૌ. સ્ત્રીને કેવા પ્રકારની આશિષ આપે-આવતાં ને જતાં ? (૭) હેમાચાર્યને મેઢે મુમતી–મે કક–રાખે તે સંપ્રદાયના હતા કે નહિ? એ ચીરાને સંસ્કૃત શુદ્ધ શબ્દ શો છે ? (૮) વાદવિવાદ કરતાં પહેલાં સાધુઓ ખાસ કરીને કાંઈ ઉચ્ચારે છે? વળતી ટપાલે આનો જવાબ આપશે. કારણકે મારું પ્રકરણ અટકયું છે. મને કઈ એવું પુસ્તક સુચવશે કે જેમાં આ લેકના જીવનક્રમની વિગતે મળે. એજ લી. કનુ મુનશી.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76