________________
તા. ૧૦-૧૨-૧૯૬૪ જન ડાયજેસ્ટ
[ પપ હિંદુ ધર્મના રીતરિવાજોને લઈને વિદેશમાં પડતી મુશ્કેલીઓની અવગણના કરીને અમેરિકાના જુદા જુદા ભાગમાં પ્રવાસ કરીને ભારતીય દર્શનને જે ખ્યાલ આપે છે અને એ રીતે અમેરિકાના આપણા ભાઈઓ-બહેનમાં આપણા ધર્મ પ્રત્યે જિજ્ઞાસાભરી દષ્ટિ લિવામાં સફળ થયા છે અને એ માટે અમે અમારો આનંદ વ્યક્ત કરીએ છીએ.
ત્યારબાદ તમે ભારતીય સ્ત્રીઓની નિરક્ષરતા તરફ અમેરિકાના લિકોનું ધ્યાન ખેંચવામાં પ્રવૃત્ત થયા, અને ભારતીય સ્ત્રીઓના ઉત્કર્ષ માટે “ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ધ એજયુકેશન ઓફ ઈન્ડિયા” નામક સંસ્થાની સ્થાપના દ્વારા ત્રણ ભારતીય બહેનને અભ્યાસાર્થે અમેરિકા મોકલવા ઉપરોક્ત સંસ્થાના ખર્ચે પ્રબંધ કર્યો. અમેરિકાના લોકોની આપણા પ્રત્યેની મમતા માટે આભાર માનવાની આપને નમ્ર વિનંતિ કરીએ છીએ.
ભારતમાંના છેલ્લા દુષ્કાળ વખતે (૧૮૯૬–૯૭) ના તમોએ દુષ્કાળ રાહત સમિતિ સ્થાપી અમેરિકાના લોકોની દયા ભાવનાને પુષ્ટિ આપી એક સ્ટીમર ભરી અનાજ અત્રે મોકલાવ્યું એ માટે તમે અમારા તરફથી માન અને આભારના સંપૂર્ણ અધિકારી બન્યા છે. તદુપરાંત માંસાહારીઓને શાકાહારના કાયદા દર્શાવી “અહિંસા પરમ ધર્મ” જેવા ભારતના ઉદાત્ત તત્ત્વજ્ઞાનને વિશ્વવ્યાપી પ્રચાર કર્યો છે.
અમેરિકન મિશનરીઓ–પાદરીઓએ ભારતના લેકોની નીતિરાતિ માટે જે વિકૃત રજૂઆત કરી હતી તેને દૂર કરવામાં, અમેરિકન શિશુપદ્ધતિ ભારતમાં દાખલ કરવામાં, અભ્યાસાર્થે