Book Title: Buddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 43
________________ તત્વચિંતન. સમુળગાં પાપથી રહિત થવાને ઉત્સુક છે તેવાં સ્ત્રીપુરના અમ્યુદય માટે દ્રવ્ય ખર્ચવું તે પણું સન્માએ વ્યય છે. પાન અથવા જ્ઞાનીના અભ્યદય માટેજ દ્રવ્યને બય એજ સર્વોત્તમ વ્યય છે. દાન આપીને, તેને બદલે કે વખાણું થવાની આશા રાખવી નહી કારણ કે તેવી આશા રાખવાથી દાનનું ફળ હલકું થઈ જાય છે, દાન આપીને પાછળથી પિતાનાં વખાણુની આશા રાખે તેનું દાન કીર્તિ દાનમાં ગણાય છે, તે છે કે દાન જ છે પણ કંઈ હલકા પ્રકારનું થાય છે, વારસદારોને ધન આપવું તે ઉચિત દાન કહેવાય છે ગરીબોનાં દુઃખ દૂર કરવા માટે ધન ખર્ચવું તે અનુકંપાદાન છે, પણ તે સર્વમાં જ્ઞાન, અને જ્ઞાનીની વૃદ્ધિ માટે સુપાત્ર દાન આપવું તે વધારે મોટું છે આ સંસારમાં અનેક પ્રકારના દુઃખોથી પીડાતા પ્રાણીને ભયમાંથી બચાવવા-જ્ઞાની કરવા, માનભરી કમાઈ કરી નીતિના માર્ગે ચાલે તેમ કરવું આ સઘળું ઉત્તમોત્તમ દાન છે. શિયળ કામથી પિડાયેલો જે માણસ પોતાની સ્ત્રીને બોલાવતા નથી અને પરસ્ત્રીને તજ નથી, તેણે જગતને વિષે પોતાની અપકીર્તિને ઢેલ વગડાવ્યા છે, પિતાના કુળને કાજળને કચે લગાવ્યા છે, સંયમને જલાંજલી આપી છે, સગુણોના વનમાં આગ લગાડી છે, સર્વ આપત્તિઓ પિતાની પાસે બોલાવી છે, અને મોક્ષનાં દ્વાર બંધ કરીને તાળુ વાયુ છે, જે માણસ શીયળ ધારણ કરે છે તેમના, વાઘ, સી, જળ, અને અશ્મિ ઇત્યાદિ આપ ત્તિો નાશ પામે છે, કલ્યાણ વૃદ્ધિ પામે છે, દેવતાઓ સહાય કરે છે, કીર્તિ વિસ્તાર પામે છે, ધર્મ વિણુ પામે છે, પાપ નાશ પામે છે, અને સ્વર્ગ તેમજ મેક્ષનાં સુખ પાસે આવે છે. નિર્મળ શીયળવડે કુળનું કલંક નાશ પામે છે, પાપરૂ૫ કાદવ દૂર થાય છે, સુકૃતની વૃદ્ધિ થાય છે, પ્રશંસાને વિસ્તાર થાય છે, દેવતાઓના સમુહ તેને નમે છે, ભયંકર વિને નાશ થાય છે, અને રમત માત્રમાં વર્ગ અને મોક્ષ પમાય છે. ત૫, ઇરછા નિષેધ તે સર્વથી ઉગ્ર પ્રકારનો તપ છે અને તે સર્વશી તપ કહેવાય છેતેનાથી ઉતરતા પ્રકારના બીજા તપ છે, એક વખતના આહારને ત્યાગ તે તપ કહેવાય છે, ઇચ્છા કરતાં કંઈક ઓછું જમવું તે રિસોદરી તપ કહેવાય, ઉપવાસ કરવા તે તપ કહેવાય છે, મનોવૃત્તિને સંક્ષેપ કરવી, રસને ત્યાગ કરવો, શરીરનું દમન કરવું અને આવેલાને વિસારવે નહી તે તપ કહેવાય છે, કરેલા ગુહાની ગુરૂ પાસે માફી માગી પ્રાયશ્ચિત લેવું, ગુણી અને જ્ઞાની ગુરૂને વિનય કરે, તેમની વૈયાવત કરવું, ભણવું, વાંચવું પડ્યું ઇત્યાદિ સ્વાધ્યાય કરવો, ધ્યાન કરવું, અને કાયા વ્યાપાર ત્યજીને એકાગ્ર થવું તે સર્વ જુદી જાતના તપ છે. પુર્વ કરેલાં કપિ પર્વતને છેદવાને વજ સમાન, મનવાંક્તિ રૂપ દાવાનળની જવાળાને શમાવવાને જળ સમાન ઉગર એવા જે ઇન્દ્રીય સમુહરૂપ સર્ષને વશ કરવાને મંત્ર સમાન, વિનરૂપી અંધકારને દૂર કરવાને દીનકર સમાન, અને લબ્ધિ તથા લક્ષ્મીરૂપી લતાને ઉત્પન્ન કરવાને મુળ સમાન આ તપ છે માટે તમે કમ્પણ ફળની ઈચ્છા રાખ્યા વિના વિધિ પ્રમાણે તપશ્ચર્યા કરે.

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100