Book Title: Buddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 72
________________ ૩૫૮ બુદ્ધિપભા. માન છે. એક કલાક એક દિવસ અથવા એક વર્ષ પહેલાં પણું એ વર્તમાન હતી. આ કલ્પનાથી એટલું તો સિદ્ધ થયું કે એ વાતુ કઈ વર્ષોથી વર્તમાન છે પરંતુ એ વસ્તુ શું છે એ તે રમાયું પણ નહીં. જે વસ્તુનું જ્ઞાન આ સમયે જેથી થઈ રાકતું એ વિષે જે આમ માલૂમ પડે કે એ પહેલાં વર્તમાન હતી, તે એટલાથી એની નાનપ્રાપ્તિમાં કંઈ સ્ટાથતા મળતી નથી. રહસ્ય એટલું ને એટલું ગૂર તેમજ ગંભીર બની રહે છે. આ પ્રમાણે જે સંસાર અનાદિ માનવામાં આવે તે એવું માનવાને એ અર્થ થાય કે સંસાર અનંત કાલથી (જેનું ચિંતન નથી થઈ શકતું) ચાલતા આવે છે. પરંતુ સંસાર એ વસ્તુ શી છે? આ પ્રશ્નને ઉત્તર કંઇપણ ન મળે. આથી નાસ્તિક લોકોના એ મત સારી નથી કે સંસાર સ્વયં સત્તાવાળો અર્થાત અનાદિ છે. દ્વિતીય કલ્પના બીજી કલ્પના એવી છે કે સંસાર પિતે જાતે પન્ન થયો છે. ઉષ્ણતાના પ્રભાવથી પાણીની વરાળ બને છે. વરાળ ઉપર રાઢીને વાદનું રૂપ ધારણ કરે છે. એવી ઘટના જેઇને સાંકેતિક કલ્પના થાય છે કે સંસાર પણ આવી ઘટના બની શકે છે. સંસાર જાતે ઉત્પન્ન થયો છે એ કલ્પનાને એ અર્થ એ કે દિત્પન્ન થવા પહેલાં સંસાર-રચના-વિષયક કોઈ શક્તિ અવશ્ય કોઈ ગુમ ભાવથી વિધમાન હતી. આ દશામાં કંઈ કારણું ઉપસ્થિત થયું કે જેથી આ ગુપ્ત શક્તિને સંસારનાં રૂપમાં આવવાની આવશ્યકતા પડી. ને એમ કલ્પના કરવામાં આવે કે પહેલાં આ શક્તિ અવ્યક્ત (1'otential ) હતી, અર્થાત પ્રગટ હેતી થઈ. પછીથી વ્યક્ત થઈ તે એમ પણ અવશ્ય માનવું પડે કે આ શક્તિ કોઈ વસ્તુ હતી. જે વસ્તુ હતી તે એ વ્યકત (પ્રગટ) હતી અભ્યા નહીં. ને હમે એમ કહે કે પહેલાં એ કંઇ ન હતી. (Nothing) અર્થાત્ શૂન્યરૂપ હતી તે અન્ય બે પ્રકારનાં માનવાં પડે-એક શૂન્ય એવું કે કોઈ ચીજ ઉત્પન્ન થાય, બીજું એ કે જેમાંથી કોઈ ચીજ ઉત્પન્ન ન થાય. એટલે પરસ્પર વિરોધ થયે. આથી આ કલ્પના નિરર્થક છે. એનું અતિરિક્ત એમ પણ માનવું આવશ્યક છે કે એવું કયું કારણ ઉપસ્થિત થયું કે જેથી અવ્યક્ત શક્તિને વ્યક્ત રૂપ ધારણ કરવાની આવશ્યકતા લાગી? એનું કોઈ કારણ બતાવી શકાતું નથી. આથી એમ સિદ્ધ થયું કે અવ્યકત શક્તિમાં વિના ફારણુજ વિકાર ઉત્પન્ન થઈ ગયો અને એ અવ્યક્તની વ્યકત થઈ ગઈ. એ વાત તે માનવામાં આવી છે કે વિકાર ( Chu ) વિના કારણ નથી થતા. આ દશામાં પૂર્વોક્ત વિચારને આધાર સત્ય નથી. એ માત્ર પ્રલાપ છે. એ કેવળ સંકેત છે. અને સકિતમાં યથાર્થતા કયાં? જો એમ માનવામાં આવે કે આ શક્તિ પહેલાં અવ્યકત હતી, પછી વ્યક્ત થઈ તે પાછો પ્રશ્ન ઉઠે છે કે આ અવ્યકત શકિત કયાંથી આવી? વ્યા સંસારનું આદિ-કારણું બનાવવું અને અધ્યક્ષા શકિતનું આદિ-કારણ બતાવવું એ એકજ છે. સંકટ તે પૂર્વવત્ બનીજ રહ્યું. જે અવ્યક્ત શકિતનું કારણું પૂછવામાં આવે તે એમ કહેવું પડે કે એનું કારણ પણ કોઈ બીજી અવ્યકત શક્તિ છે. અને એનું કારણ પુછવામાં આવે છે કે બીજી અવ્યક્ત શક્તિ છે એમ કહી શકાય. આ પ્રમાણે એક બીજાનું કારણ ત્વમે અનંત કાલ સુધી બતાવતા રહે પણું સમાધાન નહી થાય અને પ્રશ્ન એતોને રોજ રહે છે કે સંસારનું આદિ કારણ રહ્યું છે ?

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100