Book Title: Buddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 74
________________ ૩૬૦ બુદ્ધિપ્રભા. બાકી રહી હેલી કલ્પને જે તર્ક આપણે અનાદિ સંસાર વિષે કરી ગયા છીએ એથી આ કલ્પના પણ નિરર્થક સિદ્ધ થઈ શકે. એટલે પકત ત્રણે કલ્પનાઓમાંથી એક પણ કારીગર નથી થઈ શકતી. એને આધાર કેવળ સાંકેતિક છે. પ્રત્યક્ષ રીતે તો એ ત્રણે એક બીજાથી પ્રત્યક્ષ ગણાય છે. પરંતુ તર્કની કસોટી થી સર્વને આધાર એકજ સિદ્ધ થાય છે. એ આધારને આપણે સ્વયં સત્તા અથવા તે સ્વયંભૂત અસ્તિત્વ કહી શકીએ. પરંતુ એવી કલ્પનાને બુદ્ધિ કદી ગ્રહણ કરી શકતી નથી. આ પ્રકારની સત્તા અથવા અસ્તિત્વને આધાર અનંત ભૂતકાળની કલ્પના પર સ્થિત પરંતુ અનંત ભૂતકાળની કલ્પના સર્વથા અસંભવ છે. આથી જે કલ્પનાએ આ આધાર પર અવલંબિત છે એ અચિંતનીય અને નિરર્થક છે. સંસારની ઉત્પત્તિને વિયાર બાજૂ મૂકી, હવે આપણે સર્વે વિચારીએ કે આ સંસાર શી વસ્તુ છે? અથવા એ છે કેવા પ્રકારને ? આના સંબંધમાં પહેલે પ્રશ્ન એ થાય છે કે જ્ઞાનેન્દ્રિઓને અનુભવનું કારણ શું ? ઇન્દ્રિઓનું શબ્દ, સાથે રૂપ આદિ વિષેનું જ્ઞાન કેવી રીતે થાય છે ! એ અવશ્યજ કોઈ કારણનું કાર્ય હેવું જોઈએ. કોઈ વિશેષ કારણ અવશ્ય હોવું જોઈએ કે જેમાંથી આ ઉત્પન્ન થાય છે. આ સંબંધો ત્રણજ કારણની કલ્પના કરી સકાય છે— ૧. પ્રકૃતિ. (Matter ) ૨. ગંતન્ય, ( Spiri ) 3. 447. (Divine Power ) આ ત્રણમાંથી કોઈ એક એનું કારણ અવશ્ય હેવું જોઈએ. કારણ કે કારણ વિના કાર્ય કદાપિ થતું નથી. - હવે ગમે તે ક્ષમાં પણ આદિ કારને (Firs cause) પન ઉપસ્થિત થાય છે. એમ કલ્પના કરે કે કોઈ આદિ-કારણું છે. ત્યારે એમ બતાવીએ કે એનું લક્ષણ શું છે. જે આદિ-કારણ આની (limite) છે તે એ પરિમિત ( Limited) અર્થાત સીમાબદ્ધ છે. સીમા-બદ્ધ હોય તો એની સીમાઓની આગળ પણ કોઈ સ્થાન અવશ્ય હોવું જોઈએ. કારણ કે જ્યારે કોઈ ચીજ પરિમિત માનવામાં આવે ત્યારે જે સ્થાન એની સીમાઓની હાર હોય હે પણ વિચાર મનમાં આવ૫ ઉત્પન્ન થાય છે. આ સ્થાન અથવા અંશ વિષે એમ કહીએ કે એનું કોઈ આદિ-કારણ નથી. કારણ કે જેને આદિકારણ માન્યું હતું એ તે પરિમિત થઈ ગયું. બીજા શબ્દોમાં કહીએ તે એ કે જે કંઈ આદિ–કારની સીમાની બહાર હોય એ વિના કારણનું છે. એટલે જ્યારે વિના કારણની પલું કે ચીજ થઈ શકે છે ત્યારે કારણે બળવાની આવશ્યકતા પણ શું ? જો એમ કહીએ કે આદિ–કારણની સીમાઓની હાર જે કંઈ છે તે અનન્ત (Inlinine) છે તે આ અના અંશ આદિ-કારણની હાર માનવું પડે છે. એવું માનવાથી કાર્ય-કારણના સંબંધને નિયમ પણું વ્યર્થ થઈ જાય છે, કારણ કે જે અનન્ત વિના કારણનું છે તે સનતનું કારણ માનવું સર્વથા નિરર્થક છે. આ દિશામાં કારણનું લક્ષણ શાન્ત અથવા પરિમિત નથી થઈ શકતું જે એ પરિમિત નથી તે અવશ્ય પરિમિત ( ઈnlimited છે અને (Onfinite) છે. આથી આદિ કાર અનcજ સિદ્ધ થાય છે. સાત નહી.

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100