________________
ક
નસરની અય-મીમાંસા.
૩૬૯
માનીએ તે જ્ઞાન કરનાર કોણ? જે જ્ઞાન કરનાર તરીકે આત્માને માનીએ તે એ આત્મા કોના જેવું છે કે જેનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે? આ સ્થિતિમાં આપણું અસ્તિત્વ સાથે સંબંધ ધરાવતા જ્ઞાનને એ અર્થ થાય છે કે જ્ઞાન પ્રાપ્ત કરનાર અને જે વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે એ–બને એકજ છે. અર્થાત આપણું અસ્તિત્વનો નિશ્ચય કરવામાં જ્ઞાતા અને ગેય એક થઈ જાય છે. પરંતુ તત્વવેત્તાઓનાં મન પ્રમાણે આ વાત સર્વથા વિરૂદ્ધ છે. કારણકે આત્મા એ છે કે જેનું જ્ઞાન થઈ શકે–વિજ્ઞાનવેત્તાઓ આમાનું આ લક્ષણ બતાવે છે. ય તે એથી સર્વથા અલગ છે. જે આ વાત માનીએ તે આત્માનું જ્ઞાન નથી થઈ શકતું.
સારાંશ એ કે વૈજ્ઞાનિક વસ્તુઓને આધાર કોઈ વિશેષ વસ્તુઓ છે. એ વિષે એટલું તો સ્વીકારવું પડે છે કે એ સત્ય છે. પણ તે સાથે એટલું માનવું પડે છે કે એ જ્ઞાનને વિષય નથી. ગમે તેટલો પરિશ્રમ કરે પણ એનું જ્ઞાન નથી જ થઈ શકતું. સંસારમાં, અને આપણું મનના ભીતરમાં પણ નિરંતર એવું પરિવર્તન થઈ રહ્યું છે કે જેની સાન્ત સ્થિતિ સમજવી અશક્ય છે. જે એમ માનીએ કે પહેલાં સંસાર છિન્ન ભિન્ન સ્થિતિમાં હતા તે એ એવી દશામાં શા માટે હતો એ બતાવવું કઠિન થઈ પડે છે. જે એમ વિચારીએ કે ભવિષ્યમાં સંસારનું શું રૂપ થશે તે જે ઘટનાઓ અને દ્રશ્ય નિરંતર થયાં કરે છે જેની અંતિમ સીમા બાંધવી એ દુઃસાધ્ય છે. મનના ભીતરની સ્થિતિ જોઇએ. એની પરીક્ષાથી આપણને માલુમ પડે છે કે જ્ઞાન-દશાઓની સાંકળ એટલી અપરિચિત છે કે એને બન્ને છેડામાંથી એક છેડાને પણ બુદ્ધિ પ્રહણ કરી નથી શકતી. કઈ ચીજનું અસલ સ્વરૂપ જાણવાની ઈચ્છા રાખીએ કે ગમે તેટલા પ્રયત્ન કરીએ તે પણ એ કાર્ય સધાતું નથી. જે આપણે સર્વ વસ્તુઓને ઘટાડતા ઘટાડતા કઈ શક્તિ-વિશેષ સુધી પહોંચીએ અને એનો આધાર આકાશ અને કાલ માનીએ તો એટલી કઠિનતા ઉપસ્થિત થાય છે કે શનિ, આકાશ અને કાલ એ ત્રણમાંથી કેઇના રૂપને પણ નિશ્ચય થઈ નથી શકતે. તે જ પ્રમાણે જે બધાં માનસિક કાર્યોને ઘટાડતાં ઘટાડતાં એને આધાર સંક૯પ અને વિચાર માનીએ તે એટલું બતાવવું અસંભવિત થઈ પડે છે કે સંકલ્પ વિકલ્પ શું ચીજ છે અને જેથી સંકલ્પ-વિકલ્પ ઉપન્ન થાય છે તે શું ચીજ છે. આ કારણુથી ખ્વાર ભીતરની મૂળાધાર જેટલી ચીજો છે હેના સંબંધમાં નથી એટલું જ્ઞાન થતું કે એનું અસલરૂપ શું છે કે નથી એટલું સ્ટમજાતું કે એ ઉત્પન્ન કેવી રીતે થઇ. એની ખોળમાં મનુષ્યની સર્વ ચેષ્ટાઓ નિષ્ફલ થાય છે. આથી લાચાર થઈને માની લેવું પડે છે કે બુદ્ધિની સીમા બહુ અલ્પ છે. જે વિષયોને અનુભવ થઈ શકે છે તે વિષયો બુદ્ધિ ગ્રહણ કરી શકે છે. જે વિયેનો અનુભવ નથી થઈ શક્તિ તે વિષે બુદ્ધિ જાણી શકતી નથી. કોઈ પણ વસ્તુના અસલરૂપનું જ્ઞાન થવું કેવળ અસંભવિત છે. પ્રાપ્ત)
श्री आत्मशिक्षा. શ્રી ગુરૂઓ નમઃ શ્રી જનધર્મ પરમ આધાર છે આત્મા અસંખ્યાત પ્રદેશી જ્ઞાન દર્શન ચારિત્ર રત્નત્રયી ધર્મ અહીંસક અનંત રિદ્ધિનો ધણી છે, એક એક પ્રદેશે અનંત ગુણ અવ્યાબાધાપરી રહ્યા છે એવું આત્માનું સ્વરૂપ છે તે અનાદિ કાળને અદ્ધિ પ્રતિએ કરી