Book Title: Buddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 97
________________ ઓ માસિકનું નવમું વર્ષ. ૩૮૩ રામ્ય તેટલું સબળુ કર્યું છેજ, અને તેમની તેવી સ્તુત્ય સેવાના પરિણામે હવે તેને સંપાદકના સ્થાનમાંથી ખસેડ્ડી અમારા મંડળ તર્કથી આ માસિકના તંત્રી પદે તેમને નીમવામાં આવે છે. તેમનામાં અમને સંપૂર્ણ શ્રદ્ધા છે અને તે અહા, તેએની હવે પછીની માસિક પ્રત્યેની કરજ અને સેવાદારા સફળ થયેલી અમે તેમજ અમારા કદરદાન ગ્રાહક ગૃહસ્થા નિઃશક રીતે જોશુંજ ખુશ થવા જેવી એક બીજી ભામૃત એ છે કે માસિકના નવમા વર્ષના નવા બેંકના પ્રારબથી, માસિકની પદ્ધતિસરની વ્યવસ્થા, નિયમિતતા અને લોકપ્રિયતા જળવાય, અને તેને માટેની આવશ્યક, પ્રાસંગિક અને ઉચિત સઘળી જરૂરીઆતમાં સંપૂર્ણ હાયક થવાય તેટલા માટે વ્યવસ્થાપક તરીકે રા. રા. કરાવ છે. શેઠે જોડાવાનું સ્વીકાર્યું છે, રા. શેઠની કલમ ગુજરાતને સુવિદિત છે, અને તે એક બાહેાશ અને સજ્જને તેમજ સુશિક્ષિત વર્ગમાં એક સારા લેખક તરીકે અતિ થયલા છે-તે જણાવવાની જરૂર નથી. યુરોપીય વિગ્રહને! અંત હજુ નથી આવ્યેઃ વસ્તુ માત્રની મોંધવારી વધ્યે જાય છે. માસિકને લગતા અધી પ્રકારના સાહિત્યની પણ ઍજ દશા છે, તે માસિકે કે પત્રવાળા અને તેને વાંચનારા સારી રીતે અનુભવે છેજ. એવા ખારિક સમયમાં પણ આ માસિક અત્યાર સુધીમાં જે પ્રવાહે પેાતાનું વહન વહેવરાવતું હતું, તે પ્રવાહ કરતાં વધારે કિંમતી, ખર્ચાળ અને ઉચ્ચ પ્રવાહે હવે વહેશે, અને તેનું તંત્ર ભાઇ પાદરાકર અને શ. શેઠના હાથમાં સોંપાય છેઃ બન્ને ભાઇએ સાહસિક છે અને તે ગ્રાહકગણને ઘણા સારા સંતાષ આપશે એમ અમે સફારહિત હૃદયે જાહેર કરીએ છીએ. વ્યવસ્થાપક-અધ્યાત્મ જ્ઞાનપ્રસાર્ક મંડળ. માસિકના નવા અંક. ગ્રાહકા, લેખકા અને વાચકનું ધ્યાન ખેચીએ છીએ. માસિકને અંગે યોગ્ય તેટલી સત્રો તૈયારીઓને પહોંચી વળાય તેટલા માટે હવે પછી તેના નવમા વર્ષના નવે-પહેલા અંક જુલાઈ મહિનાની આખર તારીખે પ્રસિદ્ધ થશે અને તેની પ્રસિદ્ધ થવાની હમેશને માટેની તારીખ હવે પછી મુકરર થશે. લેખા. કેવી જાણીતાનાજ નહિં પણ કસાયેલી કલમથી લખાતા સુન લેખકાના લેખો છપાશે. દેશ, સમાજ અને ધર્મ; તત્વચિંતનાત્મક, હાસ્યરસાત્મક અને વર્તમાન વિષયાને ચર્ચનારા લેખા પસદગી પામશે. આ લેખા, નિબંધ, કથા, કાવ્ય, સલાદ, નાટપ્રદેશ અને પદ્મના રૂપમાં વિવિધ રીતે અપાશે. અને ખાલસાહિત્ય, સ્રીય પયોગી સાહિત્ય, વૈદક વિભાગ તેમજ નરકળા અને વહેપારને લગતું સાહિત્ય પણ તેમાં સ્થાન સંગે. અને આ ઉપરાંત સુપ્રસિદ્ધ

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100