Book Title: Buddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 49
________________ તત્વચિંતન. ૩૩૫ વડે અંદરનાં પરિણામ પણ જરૂર અશુદ્ધ થાય છેજ, માટે એકાત પણ છેડી દઈને, અંતરંગ અને બાહ્યરૂપ નિશ્રય અને વ્યવહાર એ બે પ્રકારનાં જીવન અંગીકાર કરવાં જોઈએ. જેના પરિણામ હિંસારૂપ થાય છે તેઓ પછી હિંસા ના કરી શકે તે પણ હિંસાનું ફળ તે તેને ભોગવવું જ પડે છે, અને જે માણસે પિતાના શરિર વડે હિંસા ત થઈ ગઈ પણ તેને અંતઃકરણમાં હિંસા કરવાના પરિણામ (મને વિચાર ) નહોતે તે તે હિંસાના ફળને ભાગી કાપિ થનાર નથી. જે પુરૂષ બાહ્ય હિંસા તો થોડી જ કરી શક્યો હોય, અને તેના અંતઃકરણમાં વધારે હિંસા કરવાની અભિલાષા સજડ હોય છે ને તીવ્ર હિંસાને ભાગી થાય છે. વળી જે પુરૂષ મનમાં હિંસા કરવાને અધિક ભાવ રાખ્યા વિના અચાનક બાહ્ય હિંસા વધારે કરી બેસે તે પણ તે મંદ હિંસાનો ભાગી થાય છે. - બે માણસે મળીને હિંસા કરે તે તેમાં જેના પરિણામ તીવ્ર ક્રોધાદિ વિભાગયુક્ત થયેલા છે તેને હિંસાનું અધિક ફળ ભોગવવું પડે છે, અને જેના કોધાદિ વિભાગે મંદ રૂપે રહેલા હોય તેને અલ્પ હિંસાનું ફળ ભોગવવું પડે છે, કઈ હિંસા કરતા પહેલાં જ ફળ આપે છે, કોઈ હિંસા કરતી વખતે રૂ૫ આપે છે, કોઈ હિંસા કરવાનો આરંભ કરતાની સાથેજ કર્યા પહેલાં ફળ આપે છે, અને કોઈ હિંસાકાર્ય કર્યા પછી તુરત કે કાળાંતરે ફળ આપે છે. મતલબ કે હિંસા ક્રોધાદિક વિભાવના પ્રમાણે જ રૂપ આપે છે. કોઈ જીવને મારનાં દેખીને બીજા ખુશી થાય છે. અથવા તે કૃત્યને ઠીક માને છે. તે સર્વને હિંસાનું કળ ભાગવવું પડે છે એટલા માટે એકની કરેલી હિંસાનું ફળ બહુ માણસોને ભોગવવું પડે છે. અને તેવી જ રી સંગ્રામમાં હિંસા તે ઘણે ભાણસો કરે છે પરંતુ તેને હુકમ કરનાર રાજા તે સર્વ હિંસાને ભાગી થાય છે. મતલબ કે અનેકની કરેલી હિં, સાનું ફળ એકને ભોગવવું પડે છે. કેટલાકને-હિંસા કરી હોય તેટલું જ ફળ મોગવવું પડે છે, અને કેટલાકને હિંસાનું ફળ ભોગવવાની વખતે ઘણુંજ ફળ ભોગવવું પડે છે. કોઈ માણસ સામા માણસનું ખરાબ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હોય પણ તેના પુન્યબળથી ખરાબના બદલે સારૂ થઈ જાય તે પણ ખરાબ કરવાની ઈચ્છાપૂર્વક પ્રયત્ન કરનારને તે હિંસાનું ફળ ભોગવવું પડે છે અને તેજ પ્રમાણે કે વૈઘ દરદિને નિરેગી કરવાને પ્રયત્ન કરી રા ય અને તે રોગી કદાચ કોઇ કારણવસાત મરી પણ જાય તે પણ તેને હિંસાનું ફળ ભોગવવું પડતું નથી. આ પ્રમાણે અનેક અત્યંત કઠણ નાના પ્રકારના ભેવાળી અહિંસાના ગહન વનમાં ભુલા પડેલા માણસને અંક પ્રકારની અપેક્ષાઓના સમુહને જાણવાવાળા ગુરૂ વિના કોઈ બીજું શરણું નથી. અપેક્ષાઓને ગહન મા સમજવો ઘણોજ કઠણ છે. તે સમજ્યા વિના અપેક્ષા પકડવાથી લાભના બદલે હાની જ થાય છે.

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100