Book Title: Buddha ane Mahavira
Author(s): Kishorlal Mashruvala
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 27
________________ પ્રમાણે પિતાના મનને બોધ આપી વિષમદષ્ટિના સંસ્કારોનો સિદ્ધાર્થે દઢતાપૂર્વક ત્યાગ કર્યો. ૨. હવે એ આત્યંતિક સુખને માર્ગ બતાવનાર ગુરુને શોધવા લાગ્યું. પહેલાં એ કાલામ નામે એક યેગીને શિષ્ય થઈ રહ્યો. એણે પહેલાં ગુરુની શોધ- સિદ્ધાર્થને પિતાના સિદ્ધાન્ત શીખવ્યા. કાલામ મુનિને સિદ્ધાર્થ એ શીખી ગયે અને એ વિષયમાં ત્યાં કઈ પણ કાંઈ પૂછે તો બરાબર એના ઉત્તર આપી શકે તથા એની જોડે ચર્ચા કરી શકે એ કુશળ થયે. કાલામના ઘણા શિષ્ય આ પ્રમાણે કુશળ પંડિતે થયા હતા, પણ સિદ્ધાર્થને કાંઈ આટલેથી સંતોષ થયે નહીં. એને કાંઈ અમુક સિદ્ધાન્ત ઉપર વાદવિવાદ કરવાની શક્તિ જોઈતી નહોતી. એને તો દુઃખનું નિવારણ કરવાનું એસિડ જોઈતું હતું. એ કેવળ વાદવિવાદથી કેમ મળે ? તેથી એણે પોતાના ગુરુને વિનયપૂર્વક કહ્યું : “મને આપના સિદ્ધાન્તની માત્ર સમજણ નથી જોઈતી, પણ જે રીતે એ સિદ્ધાન્ત અનુભવાય તે રીત શીખવો.” આ ઉપરથી કાલામ મુનિએ સિદ્ધાર્થને પિતાને સમાધિમાર્ગ બતાવ્યો. એ માર્ગની સાત ભૂમિકાઓ હતી. સિદ્ધાર્થે એ સાતે ભૂમિકા ઝટ ઝટ સિદ્ધ કરી. પછી એણે ગુરુને કહ્યું : હવે આગળ શું?” પણ કાલાએ કહ્યું: “ભાઈ, હું આટલું જ જાણું છું. મેં જેટલું જાણ્યું તેટલું તે પણ જાણ્યું છે, એટલે તું અને હું હવે સરખા થયા છીએ. માટે હવે આપણે ૧. જુઓ પાછળ નેંધ રજી.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122