Book Title: Buddha ane Mahavira
Author(s): Kishorlal Mashruvala
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 120
________________ બુદ્ધ-મહાવીર જ ઈશ્વર કે મુક્ત છે અને કાંઈક કાર્ય કરવા માટે ઈરાદાપૂર્વક જન્મ લે છે એવી કલ્પના છે. આથી, એ જીવ નથી મનાતે, મનુષ્ય નથી મનાતે. આ કલ્પના ભ્રમ ઉત્પન્ન કરનારી નીવડી છે, અને એને પાસ થડેઘણે અંશે બૌદ્ધ તથા જૈન ધર્મોને પણ લાગ્યો છે. આમ બુદ્ધ અને મહાવીરના અનુયાયીઓ પણ વાદ અને પક્ષ દેવની પૂજામાં પડ્યા છે, અને તેથી જગત ચાલતું હતું તેમ જ પાછું ચાલ્યા ૧. બધા પ્રકારની ભક્તિમાંથી આદર ઉઠાડવાના આશયથી આ લખાયું નથી. આપણા જેવા સામાન્ય મનુષ્ય માટે પરાવલંબનમાંથી સ્વાવલંબનમાં, અસત્યમાંથી સત્યમાં, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં જવાનો માર્ગ રહ્યો છે. પણ ધ્યેય સ્વાવલંબનમાં, સત્યમાં અને જ્ઞાનમાં પહોંચવાનું હતું જોઈએ, અને ભક્તિને ઉદ્દેશ્ય ચિત્તશુદ્ધિ હોવો જોઈએ એ ભુલાવું ન જોઈએ. પૂર્વ કાળમાં થઈ ગયેલા અવતારી પુરુષો આપણને દીવાદાંડી જેવા છે. એમની ભકિત એટલે એમના ચારિત્રનું સતત ધ્યાન. એમની ભક્તિને નિષેધ થઈ શકે જ નહીં પણ જેમ અવતારે પરોક્ષ થતા જાય છે, તેમ એનું માહાત્મ્ય વધારે જણાય છે; તેમ ન થતાં આપણા કાળના સંતપુરુષોને શોધી તેમનો મહિમા સમજતાં આવડવું જોઈએ. જગત જેમ અસુરહિત નથી, તેમ સંતરહિત પણ નથી થતું.

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122