Book Title: Buddha ane Mahavira
Author(s): Kishorlal Mashruvala
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 119
________________ ૧૦૨ બુદ્ધ-મહાવીર રહેવાસીને પૂછીને ખાતરી કરી લેવાનું કે આ જ સત્યતત્ત્વ કે નહીં ? ૬. પણ આવા વિચારે જગત જીરવી શકતું નથી. વાદોની કે પક્ષની પૂજામાં પડ્યા વિના, બુદ્ધપ્રકૃતિની ઔહિક કે પારલૌકિક કઈ પણ જાતના વિરલતા સુખની આશા રાખ્યા વિના, વિરલ મનુષ્ય જ સત્ય, સદાચાર અને સદ્વિચારને જ લક્ષ્ય બનાવી તેની ઉપાસના કરે છે. એ વાદે, પૂજાએ અને આશાઓના સંસ્કાર એટલા બળવાન થઈ પડે છે કે બુદ્ધિને એના બંધનમાંથી છોડાવ્યા પછી પણ વ્યવહારમાં એનું બંધન છેડી શકાતું નથી. અને એવા મનુષ્યને વ્યવહાર જગતને દૃષ્ટાંતરૂપ થતું હોવાથી જગત એ સંસ્કારેને વધારે જોરથી વળગી રહે છે. ૭. બ્રાહ્મણ ધર્મમાં વીસ કે દશ અવતારે, બૌદ્ધોમાં વીસ બુદ્ધો અને જૈનોમાં ચોવીસ તીર્થ કરેની માન્યતા પિષાઈ છે. એ માન્યતા સૌથી પહેલી કેણે ઉત્પન્ન કરી એ જાણવું કઠણ છે. પણ અવતારવાદ તથા બુદ્ધ તીર્થકરવાદ વચ્ચે એક ભેદ છે. બુદ્ધ કે તીર્થકર તરીકે ખ્યાતિ મેળવનાર પુરુષ જન્મથી જ પૂર્ણ, ઈશ્વર કે મુક્ત હોય છે એમ મનાયું નથી. અનેક જન્મ સુધી સાધના કરતે કરતે આવેલે જીવ છેવટે પૂર્ણતાની છેલ્લી પગથીએ આવી પહોંચે, અને જે જન્મમાં એ પગથી પણ સર કરે તે જન્મમાં એ બુદ્ધ કે તીર્થંકરપણાને પામે છે. અવતાર વિશે જીવન પણની કે સાધકપણુની માન્યતા નથી. એ તે પહેલાંથી

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122