Book Title: Buddha ane Mahavira
Author(s): Kishorlal Mashruvala
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 117
________________ ૧૦૦ બુદ્ધ-મહાવીર ૩. જે સુખની ઇચ્છા કરે છે, તે જ દુઃખી છે, જે સ્વર્ગની ઈચ્છા રાખે છે, તે જ નિષ્કારણે નરકયાતના ભેગવે છે, જે મોક્ષની વાસના રાખે છે, તે જ પિતાને બદ્ધ જુએ છે; જે દુઃખને આવકાર આપવા નિરંતર તૈયાર છે, તે હમેશાં શાન્ત જ છે; જે સતત સદ્વિચાર અને સત્કર્મમાં મશગૂલ છે, તેને જેમ આ જન્મ આબે, તેમ બીજા હજાર જન્મે આવે તો પણ શી ફિકર છે? એ પુનર્જન્મની ઈચ્છા પણ રાખતા નથી, અને એથી ડરતે પણ નથી જે સુખી પ્રાણીઓ પ્રત્યે સદૈવ મિત્રભાવથી જુએ છે, દુઃખી પ્રત્યે કરુણથી ભરાઈ જાય છે, પુણ્યશાળીને જોઈને આનંદિત થાય છે અને પાપીઓને સુધારી ન શકે તે એમને માટે નિદાન દયાભાવ અને અહિંસાવૃત્તિ રાખી રહ્યો છે, તેને જગતમાં શું ભયાનક લાગે? એનું જીવતર જગતને ભારરૂપ થવાનો સંભવ જ કયાં છે? અને છતાં કોઈને એને પણ મસર આવે તોયે એ એને વ્યાધિ, મરણ, પ્રિય વસ્તુને વિયેગ, કે અપ્રિય વસ્તુને ભેગ, એ સિવાય બીજું કયું દુઃખ આપવાનો હતો ? વિચારની ઓછીવત્તી આવી ભૂમિકા ઉપર દઢ થઈ, બુદ્ધ તથા મહાવીરે શાનિત પ્રાપત કરી. ૪. આ બન્ને પ્રયત્નમાં સત્યના અન્વેષણની જરૂર પડે જ છે. જગતનું સત્યતત્ત્વ શું છે? હું સત્યની જિજ્ઞાસા હું કરીને આ દેહની અંદર જે ભાન થયા કરે છે, તે “હું કોણ છું, કેવો છું, કેટલે છું? આ જગત શું છે? મારી અને જગત વચ્ચે શો સંબંધ છે? ત્રીજી પ્રકૃતિના કેટલાક આર્યોએ સત્યતત્ત્વની શોધ માટે

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122