Book Title: Buddha ane Mahavira
Author(s): Kishorlal Mashruvala
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 116
________________ બુદ્ધ-મહાવીર કરવા જેવી છે. આ વિચારથી પ્રેરાઈને એ આ દુઃખનું એસિડ શેાધવા નીકળી પડ્યા. આ દુઃખમાંથી હું છૂટું અને જગતને છેડાવી સુખી કરું. દીર્ઘ કાળના પ્રયત્ન પછી એમણે જોયું કે પહેલાં પાંચ દુઃખે અનિવાર્ય છે. એને સહન કરવા મનને બળવાન કર્યું જ છૂટકે છે. પરંતુ બીજા દુઃખ તૃણાથી ઉત્પન્ન થતાં હોવાથી એને નાશ કરવો શકય છે. બીજો જન્મ આવશે તે તે પણ તૃષ્ણાઓના બળને લીધે જ. મનને ચિતન કરતું હંમેશને માટે રોકી શકાતું નથી. એ જે સદ્વિષયમાં ન લાગે તે વાસનાઓ જ ભેગી કર્યા કરશે. માટે એને સદ્વિષયમાં વળગાડી રાખવાનો પ્રયત્ન કર્યો, એ જ પરમ પુરુષાર્થ છે. એથી સાત્ત્વિક વૃત્તિનાં સુખ અને શાન્તિ પ્રત્યક્ષપણે મળશે એથી બીજા પ્રાણીઓને સુખ થશે, એથી મન તૃણુમાં તણાયા કરશે નહીં. એથી જગતની સેવા થશે. તૃષ્ણ જ પુનર્જન્મનું કારણ છે એ વાત સત્ય હોય તો મન નિર્વાસનિક થવાથી પુનર્જન્મની ભીતિ રાખવાની જરૂર નથી. ધ્રુવં ગરમ મૃતચર એ વાત ખરી હોય તે પણ સદ્વિષયમાં જ લાગી રહેલા મનને ચિંતા કરવાની જરૂર નથી. આ જન્મમાં જે પાંચ અનિવાર્ય દુઃખ છે તેથી હું દુઃખ બીજે જન્મે પણ આવવાનું નથી. એ દુઃખને માટે જે આજે તૈયારી હાય, તે પછી બીજા જન્મમાં પણ એ સહન કરવો પડશે, એવી ચિંતાથી મૂંઝાવાની જરૂર નથી. માટે જન્મમરણ વગેરે દુઃખની બીક ટાળી, મનને શુભ પ્રવૃત્તિ, શુભ વિચાર વગેરેમાં લગાડી દેવું, એ શાનિને નિશ્ચયપૂર્વક માર્ગ છે. આ માર્ગને વિશેષ વિસ્તારપૂર્વક સમજાવી બુદ્ધ આર્ય અષ્ટાંગિક માર્ગને ઉપદેશ કર્યો.

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122