Book Title: Buddha ane Mahavira
Author(s): Kishorlal Mashruvala
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 114
________________ બુદ્ધ-મહાવીર [સમાલોચના] બુદ્ધ અને મહાવીર એ આર્ય સંતની પ્રકૃતિનાં બે ભિન્ન સ્વરૂપ છે. જગતમાં જે સુખ અને જન્મ-મરણથી દુઃખને સર્વને અનુભવ થાય છે તે સત્કર્મ મુક્તિ અને દુષ્કર્મનાં પરિણામ રૂપે છે એમ સ્પષ્ટ જણાય છે. જે સુખ અથવા દુઃખનું કારણ શોધી શકાતું નથી, તે પણ કોઈ કાળે થયેલાં કર્મનું જ પરિણામ હોઈ શકે. હું ન હતો અને નહીં હોઈશ, એવું મને કદી લાગતું નથી, તે પરથી આ જન્મ પહેલાં હું ક્યાંક પણ હોવો જ જોઈએ અને મરણ પછી ક્યાંક હોઈશ જ; તે સમયે પણ મેં કર્મ કર્યા જ હશે, અને તે મારા આ જન્મનાં સુખદુઃખનું કારણ હોવાં જોઈએ. ઘડિયાળનું લોલક જેમ ડાબી બાજુથી જમણી બાજુએ અને જમણુથી ડાબી બાજુએ મૂલ્યાં જ કરે છે, તેમ હું જન્મ અને મરણની વચ્ચે ઝોલાં ખાનારે જીવ છું. કર્મની ચાવીથી એ લેલકને ગતિ મળી છે અને મળતી જાય છે, જ્યાં સુધી એ ચાવી ચડેલી છે, ત્યાં સુધી મારાથી એ લાંમાંથી છુટાશે નહીં. એ ઝોલાંની સ્થિતિ દુઃખકારક છે; એમાં કદીક સુખનો અનુભવ થાય છે, પણ તે અત્યંત ક્ષણિક છે; એટલું જ નહીં પણ એ જ સામે ધક્કો લાગવામાં કારણરૂપ થાય છે. અને તેથી પરિણામે દુઃખરૂપ જ છે. મારે એ દુઃખકારક લાંમાંથી છૂટવું જ જોઈએ, કઈ પણ પ્રકારે મારે એ ચાવીને ફેર ઉતારવી જોઈએ. આવા પ્રકારની ૯૭

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122