Book Title: Buddha ane Mahavira
Author(s): Kishorlal Mashruvala
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 89
________________ મહાવીર” વિશે ખુલાસો મહાવીરનું ચરિત્ર જોઈએ તેટલી વિગતોથી નથી લખી શકયા એ માટે દિલગીર છું. “ત્રિષષ્ટિશલાકા પુરુષમાં એમનું જીવન વિસ્તારપૂર્વક છે; પણ એમાં આપેલાં વૃત્તાન્તોમાંથી કેટલાં સાચાં છે એ શંકાસ્પદ છે. “આછવક વગેરેની વાતો એકતરફી અને સાંપ્રદાયિક ઝઘડાથી રંગાયેલી લાગે છે. જૈન ધર્મનું હિન્દુસ્તાનમાં જે મહત્ત્વ છે તે જોતાં મહાવીર વિશે બહુ થેડી વિશ્વસનીય માહિતી મળી શકે છે એ શોચનીય છે. જૈન ધર્મના તત્ત્વજ્ઞાનને સમજાવવું એ આ પુસ્તકને ઉદ્દેશ નથી, એટલે એની ચર્ચામાં હું ઊતર્યો નથી. આ કારણથી “મહાવીરને ભાગ બહુ ટૂંકો લાગે છે. છતાં જેટલું છે તેટલું એ મહાપુરુષને સાચા રૂપમાં દર્શાવે છે એમ હું માનું આ ભાગમાં પં. સુખલાલજી તથા શ્રી રમણીકલાલ મગનલાલ મોદીની મને જે સહાય મળી છે, તે માટે તેમને આભારી છું. કિ. ઘ૦ મ.

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122