Book Title: Buddha ane Mahavira
Author(s): Kishorlal Mashruvala
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 110
________________ નોંધ કાઈ કારણને લીધે પ્રત્યક્ષ પ્રમાણથી ઠરાવી શકાતાં નથી, તે પરિણામે સમજાવવા તેનાં કારણા વિશે જે કલ્પના કરવામાં આવે છે તે વાદ (hypothesis theory) કહેવાય. ઉદાહરણાર્થ, સૂર્યનાં કિરણા આપણી પૃથ્વી સુધી આવે છે એ આપણે રાજ જોઈ એ છીએ. એ પરિણામ આપણને પ્રત્યક્ષ છે. પણ એ કિરણા કરોડા માઈલનું અંતર કાપી આપણી આંખ સાથે ક્રમ અથડાય છે, એટલે તેજનાં કિરણા પ્રકાશમાન વસ્તુમાં જ ન રહેતાં આગળ કેમ વધે છે, એ કારણુ આપણે પ્રત્યક્ષ રીતે જાણી શકતા નથી. પણુ કારણુ વિના કાર્ય હાઈ શકે નહીં એમ આપણી ખાતરી હોવાથી, એમાં કંઈ પણ કારણની કલ્પના કરવા પ્રયત્ન કરીએ છીએ; દાખલા તરીકે, કિરણની બાબતમાં ‘ઈથર’ તત્ત્વનાં દેલન એ પ્રકાશના અનુભવ અને વિસ્તારનું કારણુ કપાય છે, આંદોલનની આવી કલ્પના એ વાદ ગણાય. એવાં આંદેલને છે જ એમ કદી પુરાવાથી સાબિત નહીં થાય. આવી કલ્પના જેટલી સરળ અને સર્વે સ્થૂળ પરિણામેા સમજાવવા માટે બંધબેસતી હોય તેટલા એ વાદ વિશેષ ગ્રાહ્ય થાય છે, પણ જુદા જુદા વિચારા જુદી જુદી કલ્પનાઓ અથવા વાદો રચી એક જ પરિણામને સમજાવે ત્યારે એ વાદો વિશે મતભેદ થાય છે. માયાવાદ, પુનર્જન્મવાદ વગેરે આ પ્રકારના વાદે છે. એ જીવન તથા જગતને સમજાવવા માટેની કલ્પનાએ જ છે એ ભૂલવું ન જોઈ એ. જેની બુદ્ધિમાં જે વાદ રુચે તે ગ્રહણ કરી એ બન્નેને સમજી લેવા એમાં દાષ નથી; પણુ એ વાતે એક સિદ્ધાંત એટલે સાબિત કરેલી વસ્તુ તરીકે સ્વીકારવામાં આવે છે ત્યારે વાદભેદને માટે ઝઘડા કરવા તરફ જ પ્રવૃત્તિ થાય છે. ધર્મના વિષયમાં અનેક મતપંથી પોતાના વાદ વિશેષ સયુક્તિ છે એ ઠરાવવા માટે જ માથાકૂટ કરે છે. એટલેથી જ અટકે તેાપણુ એક વાત છે. પણ એ વાદને સિદ્ધાંત તરીકે માની લઈ એનાં પાછાં પ્રત્યક્ષ રીતે અનુભવાય એથી જુદાં પરિણામેનાં તર્કશાસ્ત્રના નિયમોથી અનુમાના કાઢી, તે ઉપરથી જીવનનું ધ્યેય, ધર્માચારની વ્યવસ્થા, નીતિના નિયમ, ભેગ ૩

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122