________________
ગૃહસ્થાશ્રમ
બુદ્ધદેવના જન્મની થાડાં વર્ષે પહેલાં એ જ મગધ દેશમાં અને એ જ ઇક્ષ્વાકુ કુળની એક શાખામાં જેનેાના છેલ્લા તીર્થંકર શ્રી મહાવીરના જન્મ થયા
જન્મ હતા. એમના પિતા સિદ્ધાર્થે ક્ષત્રિયકુંડ નામે એક ગામના રાજા હતા. એમની માતાનું નામ ત્રિશલા હતું. તે પાર્શ્વનાથ તીર્થંકરે સ્થાપેલા જૈન ધર્મના અનુયાયી હતાં.૧ મહાવીરને જન્મ ચૈત્ર સુદ તેરશને દહાડે થયા હતા. એમના નિવાણુ કાળથી જૈન લેાકેાને વીર સંવત ગણવામાં આવે છે અને તે વિક્રમ સંવત કરતાં
૧. જૈન ધર્મ મહાવીર પહેલાંને છે. કેટલા જૂના છે એ કહેવું કઠણુ છે, પણ મહાવીર પહેલાં પાર્શ્વનાથ તીર્થંકર મનાતા અને તેમને સંપ્રદાય ચાલતા. ચાવીસ મુદ્ધ, ચાવીસ તીર્થંકરા અને ચેાવીસ અવતારા : એમ. બૌદ્ધ, જૈન અને બ્રાહ્મણુ ત્રણે ધર્મમાં ગણુના છે, આમાંની ચાવીસ મુદ્દોની વાતેા કાલ્પનિક જ જણાય છે. ગૌતમ યુદ્ધ પહેલાં બૌદ્ધ ધર્મ હેાય એમ માનવા જેવું નથી. તીર્થંકરા અને અવતારો પૈકી ઋષભદેવ જેવાં કેટલાંક નામેા અંતે ધર્મોંમાં સામાન્ય છે, તીર્થંકર નેમિનાથ શ્રીકૃષ્ણના કાકાના દીકરા હતા એમ જૈન માન્યતા છે. પણુ આ બધી વાતમાં ઐતિહાસિક આધાર કેટલા છે અને પાછળથી જોડી કાઢેલી વાત કેટલી છે એ નક્કી કરવું કઠણ છે. ચાવીસની સંખ્યા કાઈક એક ધર્મે કલ્પનાથી શરૂ કરી છે અને ખીજાએ તેની દેખાદેખી કરી છે એમ જણાય છે.
ઉત્ત