Book Title: Buddha ane Mahavira
Author(s): Kishorlal Mashruvala
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 73
________________ ૧૨. એમને ત્રીજે વિરોધી દેવદત્ત નામે તેમને એક શિષ્ય જ હતું. દેવદત્ત શાક્ય વંશને દેવદત્ત જ હતું. એ એશ્વર્યને અત્યંત લેબી હતો. એને માન અને મોટપ જોઈતાં હતાં. કે રાજકુમારને પ્રસન્ન કરી એણે આ કાર્ય સાધવા વિચાર કર્યો. ૧૩. બિઅિસાર રાજાને એક અજાતશત્રુ નામે પુત્ર હતો. દેવદત્તે એને ફેલાવી પિતાને વશ કરી લીધે. ૧૪. પછી એ બુદ્ધ પાસે આવી કહેવા લાગ્યઃ તમે હવે ઘરડા થયા છે. માટે સર્વ ભિક્ષુઓને મને નાયક બનાવો, અને તમે હવે શાન્તપણે બાકીનું આયુષ્ય ગાળે.” ૧૫. બુદ્ધે એ માગણી સ્વીકારી નહીં. એમણે કહ્યું: “તું એ અધિકારને લાયક નથી.” ૧૬. દેવદત્તને આથી અપમાન લાગ્યું. એણે બુદ્ધ ઉપર વેર વાળવા મનમાં ગાંઠ બાંધી. ૧૭. એ અજાતશત્રુ પાસે ગયા અને બોલ્ય: “કુમાર, મનુષ્યદેહને ભરોસો નથી. ક્યારે મરી જવાશે તે કહેવાય નહીં. માટે જે પ્રાપ્ત કરવાનું છે તે તરત જ મેળવી લેવું જોઈએ. તું પહેલે મરીશ કે તારે બાપ પહેલો મરશે એ નકકી નથી. તેને રાજ્ય મળે તે પહેલાં જ તારો કાળ આવવાનો સંભવ છે. માટે રાજાના મરવાની રાહ ન જોતાં એને મારીને તું રાજા થા, અને બુદ્ધને મારીને હું બુદ્ધ થાઉં.”

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122