Book Title: Buddha ane Mahavira
Author(s): Kishorlal Mashruvala
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 79
________________ બેંધ નોંધ ૧લી: સિદ્ધાર્થની વિવેકબુદ્ધિ–જે મનુષ્ય હમેશાં આગળ ધસવાની વૃત્તિવાળો છે તે એક જ સ્થિતિમાં કદી પડી રહે નથી. એ પ્રત્યેક વસ્તુમાંથી સાર-અસાર શોધી લઈ, સાર જાણી લેવા જેટલી એને માટે પ્રવૃત્તિ કરી અને ત્યાગ કરે છે. આવી સારાસારની ચાળણી તેનું જ નામ વિવેક, વિવેક અને વિચાર એ ઉન્નતિના દ્વારની કૂંચીઓ છે. કેટલાક મનુષ્ય અત્યંત પુરુષાથ હેય છે. ભિખારી જેવી સ્થિતિમાંથી શ્રીમંત બને છે. સમાજના છેક નીચલા થરમાંથી પોતાનાં પરાક્રમ અને બુદ્ધિ પડે છેક ઉપલા થરમાં પહોંચી જાય છે અને અપાર લોકપ્રસિદ્ધિ મેળવે છે. જડ ગણાતા વિદ્યાર્થીઓ કેવળ ખંત અને ઉદ્યોગ વડે સમર્થ પંડિતે થઈ જાય છે. આ સર્વ પુરુષાર્થને મહિમા છે. પુરુષાર્થ વિના કોઈ પણ સ્થિતિ કે યશ પ્રાપ્ત થતાં નથી. પણ પુરુષાર્થની સાથે જે વિવેક ન હોય તો એને વિકાસ થતો નથી. વિકાસની ઈચ્છાવાળે મનુષ્ય જે વસ્તુને માટે પુરુષાર્થ કરી રહ્યો હોય તે વસ્તુને કદી પોતાનું અંતિમ ધ્યેય લેખ નથી, પણ એને પ્રાપ્ત કરવા માટે પોતાને જે શક્તિ દાખવવી પડશે તે શક્તિ પ્રાપ્ત કરવા પૂરતું જ એને બેય કરે છે. ધનને કે પ્રસિદ્ધિને એ જીવનનું સર્વસ્વ માનતો નથી, પણ ધન અને પ્રસિદ્ધિ મેળવતાં આવડે, એ આ પ્રમાણે મેળવી શકાય, આપણે એને મેળવી શકીએ છીએ, એમાં જ મંડી રહીએ તે આટલે ધનના ઢગલે અને આટલી લોકપ્રસિદ્ધિ આવે– એટલું જોઈ અને અનુભવી લઈ એનો મેહ છોડે છે, અને એથી આગળ શું, એ શોધવા પોતાની શક્તિ દોરે છે. એથી ઊલટું, બીજા માણસે એક જ સ્થિતિમાં જીનપર્યંત પડયા રહે છે. ધનને કે લોકપ્રસિદ્ધિને કે એથી મળતાં ને જ

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122