Book Title: Buddha ane Mahavira
Author(s): Kishorlal Mashruvala
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 39
________________ ૨૨ ઈચ્છાવાળા જનેએ પાછળથી એ સર્વે વસ્તુઓ બુદ્ધ ધર્મમાંયે નાખી દીધી છે ખરી. હિંદુ અને જૈન ધર્મની જેમ બૌદ્ધ ધર્મ પણ પુનર્જન્મની માન્યતા પર રચાયેલું છે. અનેક જન્મ સુધી પ્રયત્ન કરતા કરતા કોઈ પણ જીવ બુદ્ધ દશાને પ્રાપ્ત કરી શકે છે. બુદ્ધ થવાની ઈચ્છાથી જે જીવ પ્રયત્ન કરતો હોય તેને તેઓ બેધિસત્ત્વ કહે છે. એ પ્રયત્ન કરવાની રીત આ પ્રકારની છેઃ બુદ્ધ થતાં પહેલાં અનેક મહાન ગુણોને સિદ્ધ કરવા પડે છે. બુદ્ધમાં અહિંસા, કરુણા, દયા, ઉદારતા, જ્ઞાનયેગ તથા કર્મની કુશળતા, શૌર્ય, પરાક્રમ, તેજ, ક્ષમા વગેરે બધાયે શ્રેષ્ઠ ગુણોનો વિકાસ થયેલ હોય. જ્યાં સુધી એકાદ સદ્દગુણની પણ ઊણપ હોય ત્યાં સુધી બુદ્ધ દશા પ્રાપ્ત થાય નહીં એટલે કે, ત્યાં સુધી એનામાં પૂર્ણ જ્ઞાન ઠરે નહીં, વાસનાઓને જય થાય નહીં, મેહ નાશ પામે નહીં. એક જ જીવનમાં આ બધાયે ગુણને વિકાસ કરી શકાય નહીં. પણ બુદ્ધ થવાની ઈચ્છાવાળો સાધક એક એક જન્મમાં એક એક ગુણમાં પારંગતતા મેળવે તે જન્માંતરે એ બુદ્ધ થવાની લાયકાત મેળવી શકે. ગૌતમ બુદ્ધ આ જ રીતે અનેક જન્મ સુધી સાધના કરી બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું હતું એમ બૌદ્ધો માને છે. આ વાત તે ધર્મના અનુયાયીએના મન પર ઠસાવવા માટે એક બધિસત્ત્વની કલ્પના કરી તેની જન્મજન્માંતરની કથાઓ જોડી કાઢવામાં આવી છે. અર્થાત્, એ કથાઓ કવિઓની કલ્પનાઓ છે. પણ સાધકના મન પર ઠસે એવી રીતે ઘડેલી છે. એ કથાઓને

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122