Book Title: Buddha ane Mahavira
Author(s): Kishorlal Mashruvala
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 50
________________ ઉપદેશ આ સાંભળી બુદ્ધે પિતાના આનંદ નામના શિષ્ય તરફ વળીને પૂછ્યું: “આનંદ, વજજ લોકો વારંવાર ભેગા થઈને રાજકારણનો વિચાર કરે છે કે ?” આનંદ: હા ભગવન, બુદ્ધઃ એ લોકો ભેગા થઈને ઘેર પાછા ફરે ત્યાં સુધી એમનામાં એકસરખું એક્ય હોય છે કે? આનંદઃ મેં એવું સાંભળ્યું છે ખરું. બુદ્ધઃ એ લેકે પોતાના કાયદાઓને ભંગ તે કરતા નથી ને? અથવા એને ગમે તેવો અર્થ તે કરતા નથી ને? આનંદઃ જી, ના, એ લેકે અત્યંત નિયમપૂર્વક ચાલવાવાળા છે એમ મેં સાંભળ્યું છે. બુદ્ધઃ વૃદ્ધ રાજકારણ પુરુષને વજી લોકો માન આપી એમની સલાહ પૂછે છે કે? આનંદઃ જી, હા; ત્યાં એમનું ઘણું માન જળવાય છે. બુદ્ધ: એ લોક પિતાની વિવાહિત કે અવિવાહિત વીઓ ઉપર જુલમ તે નથી કરતા ને? આનંદ: જી, ના, ત્યાં સ્ત્રીઓની પ્રતિષ્ઠા ઉચ્ચ છે. બુદ્ધઃ વજજી લોકે શહેરનાં અથવા શહેર બહારનાં દેવસ્થાનેની કાળજી લે છે કે ? આનંદ: હા, ભગવન. બુદ્ધ: આ લેકે સંતપુરુષનો આદરસત્કાર કરે છે કે? આનંદ : જી, હા. આ સાંભળી બુદ્ધે અમાત્યને કહ્યું: “મેં વૈશાલીના લેઓને આ સાત નિયમે આપ્યા હતા. જ્યાં સુધી એ બુ.-૩

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122