Book Title: Buddha ane Mahavira
Author(s): Kishorlal Mashruvala
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 35
________________ ૧૮ બુદ્ધ અનિવાર્ય છે, એ પિતાની ઈચ્છાને આધીન નથી, એ સહન કર્યો જ છૂટકે છે. આ પહેલું આર્યસત્ય. (૨) એ સિવાયનાં બીજાં બધાં દુઃખે માણસે પિતે જ ઉપજાવી કાઢેલાં છે. સંસારના સુખેની તૃષ્ણા સ્વર્ગનાં સુખની તૃણા અને આત્મનાશની તૃષ્ણ – એ ત્રણ પ્રકારની તૃષ્ણા પહેલાં દુઃખને પાછાં ઉપજાવવાનું તથા બીજાં બધાં દુઃખનું કારણ છે. એ તૃષ્ણાથી પ્રેરાઈને મનુષ્ય પાપાચરણ કરે છે અને પિતાને તથા જગતને દુઃખી કરે છે. તૃષ્ણ એ દુઃખેનું કારણ છે એ બીજું આર્યસત્ય. (૩) એ તૃષ્ણાને નિરોધ થઈ શકે છે. એ ત્રણ તૃષ્ણએને નિર્મૂળ કરવાથી જ મોક્ષપ્રાપિત થાય છે. આ ત્રીજું આર્યસત્ય. (૪) તૃષ્ણાઓને નિરોધ કરી દુઃખનો નાશ કરવા માટેના સાધનનાં નીચે મુજબ આઠ અંગ છે : ૧. સમ્યક જ્ઞાન– એટલે ચાર આર્યસત્યને સારી પિઠે વિચાર કરી જાણવાં તે. ૨. સમ્યક સંકલ્પ– એટલે શુભ કર્મો કરવાને જ નિશ્ચય. ૩. સમ્યક્ વાચા–એટલે સત્ય, પ્રિય અને હિતકર વાણી. ૪. સમ્યક્ કર્મ એટલે સત્કર્મોમાં જ પ્રવૃત્તિ. ૫. સમ્યક આજીવ – એટલે પ્રામાણિકપણે જ આજીવિકા પ્રાપ્ત કરવા માટે ઉદ્યમ. ૧. સમ્યફ એટલે યથાર્થ અથવા શુભ.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122