Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
નવ તત્ત્વ
છપ્પન ભેદે અંતરદ્વીપનાં મનુષ્ય કહે છે. જંબુદ્વીપમાં ભરતક્ષેત્રની મર્યાદાનો કરણહાર ચુલ હિમવંત નામે પર્વત છે તે સોના જેવા પીળો છે, સો જેજનનો ઉંચો છે, સો ગાઉનો ઊંડો છે, એક હજાર બાવન જન ને બાર કળાનો પહોળો છે, ચોવીસ હજાર નવસો બત્રીસ જોજનનો લાંબો છે, તેને પૂર્વ પશ્ચિમને છેડે બબે દાઢા જેવાં આકાર છે અને તે ચોરાસીસો ચોરાસીસો જોજનની ઝાઝેરી લાંબી છે. બન્ને બાજુ દાઢાના આકારે સાત સાત અંતરદ્વીપ છે. ચૂલ હિમવંત પર્વત સાથે આ દ્વિપો જોડાયેલા નથી પરંતુ બધા સ્વતંત્ર દ્વિપ છે. ફક્ત આકાર દાઢા જેવો છે. તે અંતરદ્વીપ કયાં છે તે કહે છે.
જગતના કોટથકી ત્રણસો જેજન લવણસમુદ્રમાં જઈએ તે વારે પહેલો અંતરદ્વીપ આવે, તે ૩૦૦ જોજનનો લાંબો ને પહોળો છે. ત્યાંથી ચારસો જોજન જઈએ તેવારે બીજો અંતરદ્વીપ આવે, તે ૪૦૦ જેજનનો લાંબો ને પહોળો છે. ત્યાંથી પાંચસો જોજન જઈએ તે-વારે ત્રીજો અંતરદ્વીપ આવે, તે ૫૦૦ જોજનનો લાંબો ને પહોળો છે. ત્યાંથી છસો જોજન જઈએ તેવારે ચોથો અંતરદ્વીપ આવે, તે ૬૦૦ જોજનનો લાંબો ને પહોળો છે. ત્યાંથી સાતસો જોજન જઈએ ત્યારે પાંચમો અંતરીપ આવે તે ૭૦૦ જોજન લાંબોને પહોળો છે. ત્યાંથી આઠસો જન જઈ તે તેવારે છો અંતરદ્વીપ આવે. તે ૮૦૦ જોજનનો લાંબો ને પહોળો છે. ત્યાંથી નવસો જોજન જઈએ તે-વારે સાતમો અંતરદ્વીપ આવે, તે ૯૦૦ ોજનનો લાંબો ને પહોળો છે, એમ બન્ને બાજુ સાત સાત અંતરદ્વીપ આવે, કુલ ચાર તરફ મળી ૨૮ અંતરદ્વીપ જાણતા.
આવી જ રીતે ઇરવત ક્ષેત્રની મર્યાદાનો કરણહાર શિખરી નામે પર્વત છે, તે ચુલ હિમવંત સરખો જ જાણવો. ત્યાં પણ ૨૮ અંતરદ્વીપ છે એમ સઘળા મળી કુલ ૫૬ અંતરદ્વીપ જાણવાતેને અંતરદ્વીપનાં ૧ યોજન = ૧૯ કળા