Book Title: Bhimsen Charitra Gujarati
Author(s): Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 6
________________ છે. જ્યારે આંતરભાવના પૂર્ણ ભાવે વિકસે છે ત્યારે જીવ શીવને (મોક્ષ) કામી બને છે. મોક્ષને રસિક બનેલ ભવ્યાત્મા જીવસૃષ્ટિ અને અજીવસૃષ્ટિના સમ્યફ જ્ઞાનથી જીવ માત્ર પર અનંત ઉપકાર કરવા સમર્થ બને છે. અને અન્ય જીવોને પણ સમ્યકજ્ઞાનનું પ્રદાન કરી અનંત ઉપકાર કરવા સમથીત કરે છે. આ પ્રમાણે ઉપકારરૂપ વેલની જડ જે કોઈપણ હોય તે પરમોપકારી દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્મા જ છે. - પ્રસ્તુત ભીમસેન ચરિત્ર " ગ્રન્થ, એ ધર્મ કથાનુયેગને રસથી. પરિપૂર્ણ ઉત્તમચરિત્ર ગ્રન્થ છે. અને સર્વ રસ શિરોમણિ સમરસ - સમતાસનું આ ગ્રન્થમાં પ્રચુર દર્શન થાય છે. આ ચરિત્ર ગ્રન્થના પાને પાને અને પક્તિ પંક્તિએ નીતિ, ન્યાય, પરોપકાર, સેવા, સદાચાર, ક્ષમા, તિતિક્ષા, કર્મ, ઉદ્યમ, સત્ય, શીયલ, શ્રદ્ધા અને સમભાવ વગેરે સાર્વજનીન સિદ્ધાન્તનું સમ્યમ્ પરિશીલન છે. આ પ્રમાણે પ્રત્યેક ઉપકારક સિદ્ધાન્તનું વિસ્તૃત વિવેચન કરી મોક્ષરસિક ભવ્યાત્મા પ્રિય વાચકબંધુને અહીં જ સિથર કરી ગ્રન્થ વાંચનની અભિલાષારૂપ રસની ક્ષતિ કરવી ઉચિત નહિ માનતા અત્રે જ ઈતિ શ્રી કરું છું. પ્રાન્ત સહુ કેઈ ભવ્યાત્મા આ ગ્રન્થનું વિશેષ પ્રકારે વાંચન કરી અસર તત્ત્વથી વિરામ પામી કમ મલથી અશુદ્ધ બનેલા સ્વ આત્મતત્ત્વને સદાચારથી સુવિશુદ્ધ બનાવી અક્ષયપદના સ્વામિ બની અંધારામાં દિવડા બને, એ જ શુભાભિલાષા સહ વિરમું છું. -મનહર કીતિ સાગરસૂરિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 442