Book Title: Bhimsen Charitra Gujarati Author(s): Ajitsagarsuri Publisher: Buddhisagarsuri Jain Gyanmandir View full book textPage 4
________________ ભીમસેન ચરિત્ર, અજિતસેન ચરિત્ર, ચંદ્રરાજ ચરિત્ર વગેરે સંસ્કૃત ગ્રંથની રચના કરી છે. તેમજ આગમસૂત્ર શિરોમણિ શ્રી કલ્પસૂત્ર ઉપર વિદ્રત્તાપૂર્ણ વૃત્તિ-ટીટ રચના કરી છે. જે અદ્યાપિ પર્યન્ત અપ્રકાશિત છે. સુરસુંદરી ચરિત્ર, કુમારપાળ ભૂપાલ ચરિત્ર વગેરે ગ્રંથોનો અનુવાદ પ્રગટ કર્યો. તેમજ પ્રકરણ સુખ સિંધુ, સંવેધ–છત્રીશી વગેરે તાત્વિક આધ્યાત્મિક ગુજરાતી ગ્રંથની રચના કરી પૂજ્યપાદ્ શ્રીએ જૈન સાહિત્ય જગતમાં ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવામાં અજોડ ફાળો આપે છે. પ્રસ્તુત “ભીમસેન–ચરિત્ર” ગ્રંથના પ્રકાશન કાર્યમાં જે જે ઉદારચરિત્ર ધર્મપ્રેમી મહાનુભાવોએ અમૂલ્ય સહકાર આપી અમોને પ્રોત્સાહિત કર્યા છે, તે સર્વેને સહૃદયભાવે આભાર માનીએ છીએ. તદુપરાંત જેમની પરમકૃપામયી દૃષ્ટિના પ્રભાવે આજે અમે આ ગ્રંથનું પુનઃ મુદ્રણ કરવા શકિતમાન બન્યા છીએ, તે અમારા પરમ ઉપકારી પૂજ્યપાદ્ આચાર્ય ભગવન્ત શ્રીમત્ સુબોધસાગર સૂરીશ્વરજી મ. સા. તથા પ્રસ્તુત પ્રકાશનના સંપાદક પૂજ્યપાદ્ આચાર્ય ભગવન્ત શ્રીમદ્ મનોહર કીર્તિસાગર સુરીશ્વરજી મ. સા. તથા પ્રસ્તુત ગ્રંથના મુખ્ય પ્રેરક બાલમુનિ શ્રી ઉદય કીતિસાગરજી મ. તથા જેમણે પ્રસ્તુત પ્રકાશન કાર્યમાં પ્રારંભથી પ્રાન્ત સુધી ચીવટતા રાખી સહકાર આપે છે તે શ્રી નવનીતભાઈ જે. મહેતાને આભાન માનીએ છીએ. તેમજ “જયશ્રી મુદ્રણ” પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રી પુરૂષોત્તમ ભાઈને પણ અમે આ તકે આભાર માનીએ છીએ. “ભીમસેન-ચરિત્ર' ગ્રંથના મનન ચિંતન અને પરિશિલન દ્વારા દેહાધ્યાસભાવથી સર્વથા મુક્ત બની. આત્મતત્વના આલંબન દ્વારા શિવસુખની કામના સિદ્ધ કરે એજ અન્તિમ શુભ અભિલાષા. - - - - -' . કા, દ્વારા દેહ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 442