________________
ઓસ્ટ્રીમ કરીલે કર્યું ભર્તૃહરિનિવૃતમ્
कस्याश्चित्तदरालपक्ष्मलदृशः प्रायोऽनवद्याकृतेरद्याहारि परेण चारिमचमत्कारेण तस्यान्तरम् ॥ ४ ॥ (સાપવામિવ )
चिरविस्मृतमधुरस्मितमुन्नमितभ्रूलतं वदनमस्याः । निगदति निरवधिचिन्तासन्तापितमान्तरं तन्व्याः ।। ५ ।। (૩૫મૃત્યુ) પ્રિયે ! કિવિમનવ લક્ષ્યસે ? तावकीनैर्गुणैः प्रीतश्चिरक्रीत इव प्रिये ! यद्यस्म्यनुचरश्चिन्ता किं तापयति मे (ते) मनः ॥ ६ ॥ (રૂત્સાિિાતુમીદતે ।)
भानुमती - ण क्खु अज्जउत्तस्स अह्ये अणुवत्तणिज्जा ।'
વૈરાગ્યોપનિષદ્ તેનો અર્થ એ જ છે કે પ્રાયઃ કોઈ સુંદર આંખોવાળી સ્ત્રીની મનોહર આકૃતિથી પરમ ચમત્કાર વડે આજે તેમના હૃદયનું હરણ કરાયું છે.
(જાણે નિંદા કરતો હોય, તેમ કહે છે.) મધુર સ્મિત કરવાનું તો રાણી લાંબા સમયથી ભૂલી જ ગઈ છે. તેના મુખ પર ભ્રમરલતાઓ (ભવાંઓ) ચડી ગયા છે. કૃશાંગી રાણીનું મુખ જ કહી આપે છે કે તેના અંતરની ચિંતાની કોઈ સીમા નથી. તે ચિંતાનો સંતાપ તેને સતાવી રહ્યો છે.
(રાણીની નજીક જઈને) હે પ્રિયા ! તું કેમ ઉદ્વિગ્ન હોય એવી જણાય છે ? પ્રિયા ! તારા ગુણોથી હું આનંદિત છું. ગુણોરૂપી મૂલ્યથી જાણે હું લાંબા સમયથી ખરીદાઈ ગયો છું. પ્રિયા ! મારા જેવો રાજા પણ તારો સેવક છે. તો પછી તારા મનને કઈ ચિંતા સતાવે છે ? (આમ કહીને તેને મનાવવા માટે આલિંગન કરવા ઈચ્છે છે.)
ભાનુમતી :- આર્યપુત્ર ! તમે કાંઈ મારા સેવક નથી. તમે મારા અનુચર નહીં પણ પ્રતિચર છો. મારું પ્રતિકૂળ કરનારા છો. १. न खल्वार्यपुत्रस्य वयमनुवर्तनीयाः ।
भर्तृहरिनिर्वेदम्
રાના -
किमिदमुदीर्यते ?
तन्वि ! त्वं निधिरेव सद्मनि कुले कल्याणकल्लोलिनी,
काचिल्लोचनयोर्नवामृतलवासारावसेकक्रिया ।
अङ्गे चन्दनपङ्कसङ्करतरत्कर्पूरपूरप्लव
स्तल्पे सौरतशिल्पकल्पलतिका तन्नाम किं नासि नः ।।७।। अपि च
त्वत्कान्त्या मम कौमुदीसमुदयस्यारोचने लोचने, प्रस्यन्दः पृषतामथेन्दुदृषदामङ्गप्रसङ्गस्तव । पीयूषस्य घटीमपि श्रुतिपुटी वाचा तवाचामति,
प्राप्यं पुण्यशतैरित किमधिकं सद्मापि पद्मापतेः १ । । ८ । । વૈરાગ્યોપનિષદ્
રાજા :- આ તું શું કહે છે ? અરે સુંદરી ! તું તો ઘરમાં સાક્ષાત્ નિધિ છે. કુળમાં કલ્યાણકારી સરિતા છે. તને જોઉં છું અને જાણે આંખોમાં નૂતન અમૃતના બિંદુઓનો સારભૂત અભિષેક થતો હોય એવું લાગે છે. તારો સ્પર્શ થાય એટલે જાણે ચન્દનનો લેપ થયો હોય, એ લેપના મિશ્રણમાં પણ સુગંધી અને શીતળ કપૂરનો રસ તરી રહ્યો હોય એવો અનુભવ થયા વિના રહેતો નથી. અને શય્યામાં તો તું વિષયસુખરૂપી શિલ્પનું નિર્માણ કરવામાં કલ્પલતા જેવી છે. સુંદરી ! તું મારા માટે શું નથી, એ જ પ્રશ્ન છે. તું જ મારા માટે સર્વસ્વ છે.
વળી હે સુંદરી ! તારી કાન્તિથી જાણે ચાંદનીનો અભ્યુદય થયો હોય એવો મને અનુભવ થાય છે. મારી આંખો પ્રફુલ્લિત થઈ જાય છે. તારા અંગના સંપર્કથી ચન્દ્રકાન્ત રત્નોમાંથી પાણી ઝરવા લાગે છે. તારી વાણી એવી આહ્લાદક છે, કે તેને સાંભળતા જાણે મારા
કર્ણપુટો અમૃતના કુંભોનું પાન કરે છે. મારા સેંકડો પુણ્યથી મેં આ પામી લીધું છે, આનાથી વધુ તો વિષ્ણુનું ધામ પણ શું હોઈ શકે ?