________________
મરીન કે ભર્તૃહરિનિવૃતમ્ -
इहैवासां सद्यो वनविषलतानामिव मया, निरासादाशानां जितमहह मोक्षस्तु परतः ।।१७।। तत्त्वचिन्तनं चैतत्कथं स्यात् ?
गोरक्षः
विषयेभ्यः समाहृत्य मनः शून्ये निवेशय ।
स्वयमानन्दमात्मानं स्वप्रकाशमुपैष्यसि ।। १८ ।।
राजा तद्भवतु । सन्निहित एव विजनोपवनैकदेशे गत्वा चिन्तयाम्येतत् ।
-
-
(કૃતિનિષ્ઠાન્તા: સર્વે।) इति तृतीयोऽका।
વૈરાગ્યોપનિષદ્
३७
આશાને મેં ક્ષણવારમાં દૂર કરી. તેનાથી હું આ જન્મમાં જ જીતી ગયો છું. મોક્ષ તો ભલે પછી થશે પણ નિઃસ્પૃહતાનું નિરુપમ સુખ તો હું અત્યારે જ અનુભવી રહ્યો છું.
આપે જેનો ઉપદેશ આપ્યો, એ તત્ત્વચિંતન હું શી રીતે કરું ? ગોરક્ષનાથ :- મનને વિષયોમાંથી પાછું ખેંચી લે અને શૂન્યમાં પ્રતિષ્ઠિત કરી દે. પછી તો આનંદમય સ્વપ્રકાશસ્વરૂપ એવા આત્માનો તું સ્વયં જ અનુભવ કરીશ.
રાજા :- ભલે, નજીકના જ એકાંતવાળા ઉપવનના એક ભાગમાં જઈને આ ચિંતન કરું છું.
(બધા નીકળી જાય છે.) ઈતિ તૃતીય અંક
३८
चतुर्थोऽङ्कः । (પ્રવિશ્વ )
देवतिलकः - ( सानन्दम् ।) योगिनामुना श्मशानादुपवनं राजानीत इति बहूपकृतम् । तदहमपि तत्रैव गच्छामि । ( इति परिक्रम्यावलोक्य च ।) कथमयं योगिना सहोपविष्टो राजा ध्यायति । तन्नूनं निगृह्यमाणस्य महतः शोकस्योर्मयो निमीलयन्ति राज्ञो बहिरिन्द्रियाणि । अथवा ।
शोकसंवलनदावपावकप्रौढदीपकविभावभाञ्जि कः । इन्द्रियाण्यनवरुध्य सर्वतो निवृत्तो बत भवेन्मनागपि । । १ । । (ततः प्रविशति यथानिर्दिष्टो राजा योगी च ।)
(ध्यानावसानं नाटयित्वा सात्त्विकविकारनाटितकेन सानन्दम् ।)
વૈરાગ્યોપનિષદ્ ચતુર્થ અંક
(પ્રવેશ કરીને)
राजा
મથુંનિયમ માનવામ
દેવતિલક :- (આનંદ સાથે) આ યોગી રાજાને સ્મશાનમાંથી ઉપવનમાં લઈ આવ્યા, તેથી ઘણો ઉપકાર કર્યો. તો હું પણ ત્યાં જ જાઉં. (ચાલીને અવલોકન કરીને)
આ યોગી સાથે બેસીને રાજા ઘ્યાન કેમ કરે છે ? એવું લાગે છે કે રાજાનો જે મોટો શોક હતો, તેને દૂર કરવા જતાં, તે શોકની ઉર્મિઓએ રાજાની બાહ્ય ઈન્દ્રિયોનો નિરોધ કરી દીધો છે.
અથવા તો જેના મનમાં શોકનો દાવાનળ સળગી રહ્યો છે, એનો નિરોધ કરવા છતાં ય એ વધુને વધુ દીપ્ત થયો છે. તે શોકના વિકારો જાગૃત હોય, ત્યારે ઈન્દ્રિયોનો સર્વથા નિરોધ કોણ કરી શકે ? એ દશામાં આવી ઘ્યાન દશાનું અલ્પ પણ નિર્માણ શી રીતે કરી શકે ?
-
(પછી નિર્દેશ મુજબ રાજા અને યોગી પ્રવેશ કરે છે.) રાજા :- (ધ્યાનનો અંત કરે છે. સાત્વિક ફેરફારો દર્શાવા પૂર્વક આનંદ