________________
- મર્ક્યુરિનિર્વેદ્રમ્
.
હા મર્ક્યુરિનિર્વેદમ્ -
क्षुद्रायास्मै न किं तस्मै हा स्पृहामावहाम्यहम् ?।।२४ ।। देवतिलका - हा कष्टम् ! राजाश्रितानां सम्पदादीनां का प्रकार:?
રાના – अन्यं कञ्चिदुपाश्रयन्तु पुरुषं भोगोन्मुखं सम्पदा, कामक्रोधमदापदानि भवतां भूयांसि मामुज्झतः। (अञ्जलिं बबा ।) क्षन्तव्यं गुरुदैवतद्विजगणैः श्रौतान्निदेशादहं, विज्ञानेन विकृष्य निष्ठुरतरं नीये परब्रह्मणि ।।२५।। देवतिलका - राजन् ! एवमकिञ्चनस्य ते शरीरभरणमपि दुर्घटम् ।
- વૈરાગ્યોપનિષદ્ - તેના કણિયા જેવું છે. સ્વર્ગના ક્ષુદ્ર સુખ માટે હું સ્પૃહા રાખું, અને બ્રહાનંદના પરમ સુખ માટે ન રાખું, એ તો કેટલી શોચનીય વાત છે.
દેવતિલક :- હાય... રાજાને આશ્રિત સંપત્તિઓનું હવે શું થશે ?
રાજા :- મારી સિવાય જે પુરુષ હોય, કે જે ભોગાભિલાષી હોય, તેનો સંપત્તિઓ આશ્રય કરે. મને હવે ભોગોમાં કોઈ રસ નથી. એટલે મારે સંપત્તિઓને સાચવવાનું કોઈ પ્રયોજન નથી. કામ, ક્રોધ, મદ વગેરે આપના ઘણા પદો (આપત્તિઓ ?) મને છોડી દો. મારે ઘન-સંપત્તિઓનું પણ કામ નથી અને કામાદિ દોષોરૂપી વિપત્તિઓનું પણ કામ નથી. મારે તો એક માત્ર પરબ્રહ્મનું પ્રયોજન છે. (હાથ જોડીને) મારા વડીલો, દેવતાઓ અને બ્રાહ્મણોના ગણો મને ક્ષમા કરો. હું શાસ્ત્રના નિર્દેશથી વિજ્ઞાન દ્વારા મારા આત્માને નિષ્ફરપણે ખેંચી કાઢીને પરબ્રહ્મની દિશામાં દોરી જાઉં છું.
દેવતિલક :- રાજન ! આ રીતે તમે ત અકિંચન થઈ જશો. તો પેટ પણ નહીં ભરી શકો. કપડાં, મકાન વગેરે દ્વારા શરીરનો નિર્વાહ પણ નહીં કરી શકો.
રના – स्वच्छन्दाटनमात्रतः परगृहान्नानारसान्नादनं, कन्थाकोमलसंस्तरस्तरुघनच्छायासु वासक्रिया। अश्रान्तिः सुखसञ्चरेण रुचितः शीतातपोपासनं, देहे यत्सुखमस्ति शान्तिसुलभं गेहे सतस्तत्कुतः ?।।२६।। अपि च। अलमस्य भरणायासेन । पश्यआयुः कोऽपि कणो महारयवहानेहोमयस्त्रोतसस्तत्सम्बन्धमिदं वपुर्बत ! गतप्रायं मया लक्ष्यते। एतत्तिष्ठति नाम तिष्ठतु पलं गच्छत्यलं गच्छतु, स्वात्मा केवलमेष निर्भरसुखाश्लेषः स्फुरन्नस्तु नः।।२७।।
- વૈરાગ્યોપનિષદ્ – રાજા :- હું સ્વતંત્રપણે વિચરણ કરીને બીજાના ઘરોમાંથી અનેક રસોવાળા અન્નનું ભોજન કરીશ. કોથળા જેવી કોમળ શય્યામાં સૂઈ જઈશ. વૃક્ષની છાયામાં નિવાસ કરીશ. મને થાકનો અનુભવ નહીં થાય. હું સુખેથી સંચરણ કરીશ (અથવા તો હું સુખદાયક રસ્તા દ્વારા ગમન કરીશ, તેથી મને થાક નહીં લાગે.) હું મારી રુચિપૂર્વક ઠંડીગરમીને સહન કરીશ. આ રીતે મારા શરીરમાં મને પરમ સુખનો અનુભવ થશે. એ સુખ પ્રશમ દ્વારા જ સુલભ છે. ઘરમાં રહીને એ સુખની પ્રાપ્તિ ક્યાંથી થઈ શકે ?
વળી શરીરનું ભરણપોષણ કરવાનો કોઈ અર્થ નથી, જુઓ -
કાળનો મોટો પ્રવાહ ધસમસતા વેગથી વહી રહ્યો છે. આયુષ્ય એ પ્રવાહમાં એક કણમાત્ર છે. અને આ શરીર તે આયુષ્યના આધારે રહ્યું છે. આવું શરીર તો જાણે જતું જ રહ્યું છે, (વિનષ્ટ થઈ ગયું છે.) એવું મને લાગે છે.
જો એ શરીર ટકતું હોય તો ભલે ક્ષણવાર ટકી જાય, અને જો જતું રહેતું હોય, તો ભલે જતું રહે. જેમાં નિરુપમ સુખનો આશ્લેષ