________________
છે . પર્ટુરિનિર્વેવમ્ -
लावण्यौदार्यवीर्यार्जवजनितरतीन्दीर्घकालानुरक्तानीषद्भक्तापरक्तानिव सपदि पतीन्विस्मरन्ती व्यतीतान्। अप्यकारूढमञ्चत्वयमिति दयितं गर्हयन्ती जनेभ्यो, वारस्त्रीवैष्यदेष्यन्नवनवरमणामोदिनी मेदिनीयम्।।७।। अपि चन प्रीणात्ववनान्मनागपि हतप्रज्ञावनी किन्त्वसी, वल्गद्वाजिखुरावदारणकृते वीराय वैरायते। सद्यः संयति मुञ्चतोऽप्यभिमतान्प्राणानमुष्याः कृते, यनिष्कृत्ततनोधिनोति रुधिरैर्निर्गत्वरैरान्तरम् ।।८।।
– વૈરાગ્યોપનિષદ્ લાવણ્ય, ઉદારતા, વીર્ય અને ઋજુતાથી જેમણે રતિ કરાવી છે, ચિર કાળથી જેઓ પોતાના અનુરાગી છે, તેઓ જાણે જરા વારમાં રાણીમાંથી વિરાગી થઈ ગયા હોય તેમ અચાનક ભૂતકાલીન તે પતિઓને જે ભૂલી જાય છે. જે વસુંધરા પોતાના સ્વામીની એવી નિંદા લોકો પાસે કરાવે છે, કે ‘રાજા તો પોતાનો દીકરો પ્રતિકૂળ થાય તો તેને પણ મારી નાખે.” એ વસુંધરાનો કોણ આદર કરે. વેશ્યા જેમ ભવિષ્ય-ભવિષ્યમાં આવનારા એવા નવા નવા પ્રેમીથી આનંદ પામે, વાસ્તવમાં તેને પ્રેમ જેવું કાંઈ હોય જ નહીં, ક્ષણવારમાં જુના જનાને ભૂલતી જાય, તેના જેવી આ વસુંધરા છે.
વળી- જે ઘરતીનું રક્ષણ કરવા છતાં પણ બુદ્ધિરહિત એવી તે ખુશ થતી નથી. હણહણતા ઘોડાઓની ખુરને ભેદવા માટે, અર્થાત ભયંકર યુદ્ધ કરવા માટે (કરાવવા દ્વારા) વીરપુરુષોના પ્રત્યે વેર કરનારી બની જાય છે. અરે, વસુંધરા માટે પુરુષ યુદ્ધમાં પોતાના પ્રાણ પણ આપી દે છે. અને તેના કપાયેલા શરીરમાંથી લોહીની ધારાઓ વહેતી હોય, ત્યારે એ જ ધરતી એનું લોહી પીને પોતાનું પેટ ભરે છે. આવી વસુંધરામાં કોણ રાગ કરે ?
૪૪
भर्तृहरिनिर्वेदम् + देवतिलका - राजन् ! अनेकजन्मोपार्जितपुण्यप्राप्तं राजपदं का પરિત્યજ્ઞત ?
રાના – (વિદચા) किं राजेति रुजो भिया न सविधं सर्पन्ति दर्पोष्मणः ? सन्तापेन शुचोऽपयान्ति विपदो नायान्ति वा शङ्किताः ?। कीनाशोऽपि मनाङ्महेश्वर इति क्षोभादवाकर्षणे, शैथिल्यं समुपैति केन कुरुते भूभृत्पदं दुर्मदम् ?।।९।। देवतिलका - हा कष्टम् । कथमेते रुदन्तो बान्धवाः परित्यज्यन्ते ?
– વૈરાગ્યોપનિષદ્ર દેવતિલક :- રાજન્ ! રાજપદ તો અનેક જન્મમાં ઉપાર્જિત પુણ્યોથી મળે છે. તેનો ત્યાગ કોણ કરે ?
રાજા :- (થોડું હસીને) રોગો બહુ અભિમાની છે. ‘આ તો રાજા છે' એમ સમજીને રોગો ડરી જાય, અને પાસે જ ન આવે, એવું થાય છે ? ના, રાજાને પણ રોગો તો આવે જ છે. વળી રાજાનો ગમે તેવો પ્રતાપ હોય તો પણ તેના લોકો દૂર થઈ જતા નથી. વિપત્તિઓ પણ રાજાથી ગભરાતી નથી. રાજા ગમે તેટલા પ્રયત્નો કરે, તો ય વિપત્તિઓ દૂર થતી નથી. યમરાજને પણ જરા ય ક્ષોભ થતો નથી, કે ‘આ તો રાજા છે, રાજાની સામે ય તેનો પ્રચંડ પ્રભાવ છે. તે જરાય ઢીલો પડતો નથી. તો પછી ખોટા અહંકારવાળું આ રાજપદ કોણ કરે છે ?
રાજા જે ફાંકો રાખે છે, તે નિષ્કારણ હોય છે. આધિ-વ્યાધિઉપાધિ-વિપત્તિ-જરા-મૃત્યુ... આ બધું સમાનપણે રાજાને પણ આવે જ છે. માટે એવા રાજપદનું મારે કોઈ કામ નથી.
દેવતિલક :- હાય, આ રડતા બાંધવોને આપ કેવી રીતે છોડી દેશો ?