Book Title: Bhartuhari Nirvedam
Author(s): Harihar Upadhyaya
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 37
________________ ખી મસ્તૃહરિનિર્વેતમ્ – राजा - ते ह्यनेकजन्मसंसिद्धा जीवन्मुक्तावस्थया स्थिता जनकादयः । अपक्वकषायाणां तु मादृशां नायं प्रकारः। तेन हि चित्तं गृहादद्य महान्धकूपरूपाद्गुरूपासनयोद्धृतं नः। भूयो नु भूयो भववर्त्मनीदं तत्रैव तन्नैव निपातयिष्ये ।।७।। गृहे सता तु जानतापि मया न सम्यगाचरितुं पारितम् । तथाहिनष्टं नष्टं पश्यदेवेष्टमिष्टं शेषे शेषे नद्धमाशाभिरन्तः। तत्तच्चक्रे कर्म यन्मर्मसन्धीन्दारं दारं दुःखभारं बभार ।।८।। વૈરાગ્યોપનિષદ્ જશે. આપને મન તો વિષયો ધૂળ બરાબર જ છે. વૈરાગ્યમાં આપ નિશ્ચલ જ છો, તો પછી ઘરે રહેવામાં શું વાંધો છે ? - રાજા :- જનક વગેરે તો અનેક જન્મોની સફળ સાધના કરી ચૂક્યા હતાં. અને તે ભવમાં જીવન્મુક્ત અવસ્થામાં રહેલા હતાં. પણ મારા માટે તેમની જેમ ઘરમાં રહેવું ઉચિત નથી, કારણ કે મારી એવી સિદ્ધ અવસ્થા નથી. હજુ મારા કષાયોનો પરિપાક થયો નથી. કષાયો પાકેલા (પીળા) પાંદડા જેવા = નષ્ટપ્રાયઃ કષાયો હોય, ત્યારની વાત અલગ છે. પણ અત્યારે મારી એવી સ્થિતિ નથી. તેથી જ – આજે મેં ગુરુની ઉપાસના કરી અને તેથી મારું મન મોટા અંધારા કૂવા જેવા ગૃહવાસમાંથી ઉઠી ગયું છે. ફરી ફરી તો એ મનને એ જ સંસારમાર્ગમાં નહીં જ પાડું. હું ઘરે હતો ત્યારે તો જ્ઞાન હોવા છતાં પણ હું સમ્યમ્ આચરણ કરી શક્યો ન હતો. તે આ મુજબ મારું જે જે પ્રિય હતું, તેને તેને નષ્ટ થતા જોતો હતો અને તે જોતાની સાથે જ જે જે બાકી રહ્યું હોય તેના પર સ્પૃહાના પાશથી મારું અંતર બંધાઈ જતું હતું. રે... મેં તે તે કાર્ય કર્યું. કે જે મારા મને વીંધી વીંઘીને મારા માથે દુઃખના ડુંગરોને ખડકી દે. भर्तृहरिनिर्वेदम् हा धिक्कष्टम्। तप्तं नैव तपो मया हतधिया, मत्तः प्रतप्ताः परे, कोषा एव धनै ता न च दरी-कोषाः पुनः संश्रिताः। दोषा एव बतार्जिताः शमवता, नीता न दोषा सुखं, व्यामोहोऽभवदच्युतः परमसावाराधितो नाच्युतः।।९।। (તિ પરામુ: પ્રવર્તાતા) भानुमती - किदव ! कहिं परिच्चइअ गमिस्ससि। (इत्युत्तरीयाञ्चले ધારતા) (राजा उत्तरीयं परित्यज्य परिक्रामति । भानुमती धावित्वा पाणी गृह्णाति ।) રાના – (સ્થિત્વા સઢોધમૂ ) સર ! હુરર્થવદુર્ત ! स्नाय्वावनद्धधनवालकरालचर्म – વૈરાગ્યોપનિષદ્ રે...ધિક્કાર થાઓ, કેવી વિડંબણા... હું કેવો મૂર્ખ ! મેં તપ તો કર્યો જ નહીં, ઉલ્ટ મારા કારણે બીજા તપી ગયાં – સંતાપ પામ્યા, મેં તો ધનથી ભંડારોને જ ભરી દીધા, પણ ગુફાઓરૂપી ભંડારોનો આશ્રય ન કર્યો, મેં માત્ર દોષોનું જ અર્જન કર્યું, પણ પ્રશમસુખમાં મગ્ન થઈને જ્ઞાનધ્યાનની મસ્તીમાં રાત્રિ પસાર ન કરી, રે... મારો વ્યામોહ સદા ય અવસ્થિત રહ્યો, પણ મેં આ અંતરાત્મારૂપ નારાયણની આરાધના ન કરી. (આમ કહીને ચાલવા લાગે છે.) ભાનુમતી :- અરે ધૂર્ત ! મને છોડીને ક્યાં જશો, (એમ કહીને ઉત્તરીયનો છેડો પકડી રાખે છે.) (રાજા ઉત્તરીયને છોડીને જતો રહે છે. ભાનુમતી દોડીને હાથ પકડી લે છે.). રાજા (ઉભો રહીને ક્રોધ સાથે કહે છે) :- ઓ અનર્થોથી ભરેલી ! તું તો કેવી અશુચિઓથી ભરેલી છે. સ્નાયુઓથી બાંધેલી, १. ध्याता मुग्धवधूः समाहितधिया नाराधितो धूर्जटिः इत्यपि पाठ। २. कितव ! कुत्र परित्यज्य गमिष्यसि ।

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44