________________
મસ્તૃહરિનિર્વેવમ્ – યોજી - રાગ ! ચિં વિચિન્તને ?
राजा - भगवन ! किमपरं मद्वाक्यैरेव मामुपदिश्य ममापनीतोऽयं શ: શ્રીપા
योगी - एवमेतत् । भगवतीं विन्ध्यवासिनीमवलोक्य परावृत्तेन मया त्वामेवम्भूतमवगत्य सत्त्वसुलभेन करुणाभावेन तवायमुन्मीलितः પ્રધ:
राजा - तदवधारयामि श्रीगोरक्षनाथपादैर्भवद्भिर्भवितव्यम् । જો – મૈતા राजा - भगवन् ! साधूद्धृतोऽहमस्मादन्धकूपात् ।(इति पादयोः पतति ।)
(રક્ષનાથ સ્થાપત્તા) राजा - (अञ्जलिं बद्ध्वा ।) यदतः परं तदुपदिशतु गुरुर्येन भूयोऽपि नैतादृशमनर्थमासादये।
- વૈરાગ્યોપનિષદ્ - યોગી :- રાજન્ ! શું વિચારો છો ?
રાજા :- ભગવંત ! ‘બીજો શું વિચાર કરવો’ તો ? આપે તો મારા જ વચનોથી મને ઉપદેશ આપ્યો અને મારો આ શોક દૂર કરી દીધો.
યોગી :- સાચી વાત છે. મેં ભગવતી વિંધ્યવાસિનીના દર્શન કર્યા. ત્યાંથી હું પાછો ફર્યો, અને તને આવી દશામાં જોયો, જીવમાત્રમાં સુલભ એવા કરુણાભાવથી મારું હૃદય ભરાઈ ગયું. અને મેં આ રીતે તને પ્રતિબોધ કર્યો.
રાજા :- તો મને લાગે છે કે આપ પૂજ્ય શ્રીગોરક્ષનાથ જ હશો. યોગી :- હા, તેમ જ છે.
રાજા :- ભગવંત ! આપે મને અંધારા કૂવામાંથી બચાવ્યો, ખૂબ સારું કર્યું. (આમ કહીને પગમાં પડે છે. ગોરક્ષનાથ તેને ઊભો કરે છે.)
રાજા (હાથ જોડીને) :- હવે મારે શું કરવું, તેનો આપ ઉપદેશ
- મસ્તૃહરિનિર્વેવમ્ . गोरक्षनाथा - साधु, उत्कटदुःखाभिषङ्गलाङ्गलावकृष्टा वस्तुविवेकरसावसेकवती विज्ञानबीजं वप्तुमस्ति योग्या ते चित्तभूमिः । श्रूयताम् -
सङ्कल्पात्सकलापि संसृतिरभूदेषा विशेषान्ध्यभूरस्याश्चेद्विनिवृत्तिमिच्छसि तदैतन्मूलमुन्मूलय। नावच्छिन्नमनेहसा न च दिशा यद्ब्रह्म सच्चिन्मयं, तत्त्वं तत्त्वमिदं विचिन्तय परानन्दं पदं प्राप्स्यसि ।।१६।।
राजा - भगवन ! त्यक्ताः खल्वाशापरपर्याया मया सड़कल्पाः। साधु साधु।
यदामोदो मोहं दिशि दिशि दिशत्यामुकुलनात्फलानामास्वादो जनयति यदीयो निपतनम् ।
- વૈરાગ્યોપનિષદ્ - આપો, જેથી હું ફરી આવા અનર્થને ન પામું.
ગોરક્ષનાથ :- સારું, અત્યારે તે ખૂબ મોટું દુઃખ અનુભવ્યું છે. તે દુઃખના સંપર્કે તારી ચિત્તભૂમિને ખેડવા માટે હળનું કામ કર્યું છે. વસ્તુવિવેકના જળથી એ ભૂમિ આપ્તાવિત થઈ છે. હવે તે વિજ્ઞાનરૂપી બીજનું વાવેતર કરવા માટે યોગ્ય બની છે. સાંભળ.
સમગ્ર સંસાર એ વિશિષ્ટ અંધતાની ભૂમિ છે. તેનું મૂળ છે સંકલ૫. જો સંસારની આત્યંતિક નિવૃત્તિને ઈચ્છતો હોય, તો સંસારના મૂળને ઉખેડી નાખ. જે દેશ અને કાળથી અનવચ્છિન્ન છે. અર્થાત્ જે સર્વત્ર અને સર્વદા વ્યાપ્ત છે. જે સચ્ચિદાનંદમય તત્વ છે. એ તત્વનું તું ચિંતન કર. તેના દ્વારા તું પરમાનંદ પદને પ્રાપ્ત કરીશ.
રાજા :- ભગવંત ! આશા એ જ સંકલ્પો છે. આજથી મેં તેનો ત્યાગ કર્યો છે. આપે મને ખૂબ સુંદર ઉપદેશ આપ્યો.
જેની સુગંધ પણ પ્રત્યેક દિશાઓમાં મોહને ઉત્પન્ન કરે છે. જેનો સંકોચ ન થાય ત્યાં સુધી એ સુગંધ પ્રસરતી રહે છે. જેના ફળોનો આસ્વાદ પતનનું કારણ બને છે. એવી વિષલતા જેવી