Book Title: Bharatiya Sanskrutima Guru Mahima Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual Centre View full book textPage 5
________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... ગુરુતત્વ વિશે ચિંતન - પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ (આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કુમારપાળભાઈએ જૈન ધર્મ અને ગુજરાતી સાહિત્યનાં અનેક પુસ્તકો લખ્યાં છે અને સંપાદિત કર્યા છે. દેશવિદેશમાં જૈન ધર્મ પર મનનીય પ્રવચનો આપે છે. ગુજરાતી વિશ્વકોશ અને જૈન વિશ્વકોશના અગ્રણી છે. ઘણી વાર ચલણી સિક્કાની જેમ શબ્દોનો આડેધડ વપરાશ થવા લાગે છે, ત્યારે શબ્દનો અર્થ, એનું હાર્દ અને એ અર્થની ભીતરમાં રહેલો ગહનભાવ ભૂલાઈ જાય છે. ‘ગુર'નો અર્થ કરવામાં આવે છે કે ‘ગુ' એટલે અંધકાર અને ‘૨' એટલે પ્રકાશ. અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ પ્રતિ દોરી જાય તે ગુર, પરંતુ જ્ઞાનપ્રકાશ થતાં અજ્ઞાનના અંધકારનું અસ્તિત્વ ટકે છે ખરું? વ્યક્તિ પોતે પોતાનો હાથ સામે હોય તો પણ જોઈ શકે નહીં તેવા ગાઢ અંધકારમાં કોઈ એક દીપક પ્રગટાવે, તો આખો ખંડ પ્રકાશિત થઈ જાય છે. એ પછી તમે અંધકારને શોધવા જાવ તો એ ક્યાંય હાથ લાગતો નથી. ગુર એ રીતે અજ્ઞાનના અંધકારને દૂર કરે છે કે એકવાર એ અજ્ઞાન એના જ્ઞાનના પ્રકાશથી દૂર થાય, પછી પાછું આવતું નથી. એને ક્યાંક એવુ અદશ્ય કરી મૂકે છે કે પછી શિષ્યને જીવનભર પુન: દષ્ટિગોચર થતું નથી. - ગુરુ શિષ્યના ચિત્તમાંથી અનેક પ્રકારના અહંકાર અળગા કરે છે. એ અજ્ઞાની હોય તો જ્ઞાન આપે છે. એ બંધનમાં જીવતો હોય તો 'સા વિદ્યા, યા વિમુક્તયે’ની માફક એને બંધનમાંથી મુક્તિ અપાવે છે, પણ ગુરુનું પહેલું કાર્ય તો શિષ્યના ચિત્તમાંથી અહંકારના અંધકારને દૂર કરવાનું છે. જેમ અંધકાર પકડવો સહેલો નથી, એમ અહંકાર પકડવો પણ સરળ નથી. અહંકાર એવો છટકણો પદાર્થ છે કે વ્યક્તિ પોતે પોતાની ભીતરમાં રહેલા અહંકાર એવો છટકણો પદાર્થ છે કે વ્યક્તિ પોતે પોતાના ભીતરમાં રહેલા અહંકારને પકડી શકતી નથી. એ એટલો સૂક્ષ્મ હોય છે કે કદાચ એ અહંકાર દેખાય તો પણ એ એના હાથમાંથી સરી જાય છે. Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા આ અહંકારનાં અનેક સ્વરૂપો છે. કેટલાકને ક્રિયાનો અહંકાર હોય છે, પોતે ધર્મક્રિયા કરી શકે છે એમ સતત દર્શાવ્યા કરે છે ને સમય જતાં એનો ઝોક ધર્મની આરાધનાને બદલે અહંકારની ઉપાસના બની જાય છે. સળંગ આઠ દિવસના ઉપવાસનું અઠ્ઠાઈ તપ કરનાર કે પછી શ્રાવણ માસમાં નિર્જલા ઉપવાસ કરનાર પોતાની ક્રિયાની વાત કરે છે, પરંતુ એ ક્રિયાના પ્રયોજનને વીસરી જાય છે. એના મનમાં સતત યિા ઘૂમતી હોય છે, દિવસભર એ વિચારતો હોય છે કે આજે મારે ઉપવાસ છે, ભોજન કરવાનું નથી, પરંતુ ઉપવાસ દ્વારા જે સાધના કરવાની છે, એ સાધના એના જીવનમાં પ્રવેશતી નથી. જૈનદર્શનમાં ઉપવાસનો અર્થ છે - ‘ઉપ’ એટલે આત્મા અને ‘પાસ’ એટલે એની નજીક વસવું. આનો અર્થ એ થાય કે વ્યક્તિ એ સમયે સઘળી બાહ્ય પ્રવૃત્તિઓ ત્યજીને પોતાના આત્માની સમીપ રહે છે, પણ ઉપવાસ કરનારને તમે પૂછશો કે આજે ઉપવાસ કરીને તમારા આત્મા સાથે શી વાત કરી? કેટલું આત્મજ્ઞાન પામ્યા? કે પછી આંતરદર્શનથી કેટલા સ્વદોષોનું નિરીક્ષણ કર્યું? પારખેલા એ દોષોને દૂર કરવા માટે કેવો સંકલ્પ કર્યો? કેટલો સ્વાધ્યાય કર્યો તો ઉપવાસી વ્યક્તિ કહેશે કે એણે ઉપવાસ કર્યા, પણ આવું છું એ ક્યારેક કરતો નથી. ક્રિયા બહુ સરળતાથી અહંકારનું રૂપ લે છે. તેમ કરી શકો છો અને બીજા નથી કરી શકતા એવી તુલના માટે અને એ કહેવા માટે આવી વ્યક્તિ અતિ આતુર હોય છે. ગુરુ આવો ક્રિયાનો અહંકાર તોડે છે, કારણ એ ક્રિયાની પાછળ રહેલા ભવ પર એ લઈ જાય છે. વર્તમાનમાં ધર્મક્ષેત્રે તો ક્રિયાનો એટલો બધો અહંકાર જોવા મળે છી કે વ્યક્તિ પોતે કરેલી ક્રિયાનું સતત બાહ્યપ્રદર્શન કરતી હોય છે. ધર્મક્રિયા એ ભીતરની બાબત છે. આંતર પરિવર્તનનું માધ્યમ છે. એને બહારની દુનિયા સાથે કશી લેવાદેવા નથી, પરંતુ પેલો અહંકાર વ્યક્તિને બહારની દુનિયામાં ભમતો રાખે છે અને પછી તપ એ એની પ્રસિદ્ધિ કે મહિમા પ્રાપ્તિનું સાધન બની જાય છે. બીજો અહંકાર છે જ્ઞાનનો અહંકાર. જેમ જેમ વ્યક્તિ જ્ઞાન મેળવતી જાય, તેમ તેમ એના મનમાં ગર્વ જાગે છે. પહેલાં એ જ્ઞાની થવા પ્રયત્ન કરે છે. ગહન ગ્રંથોનો અભ્યાસ કરે છે, પછી ધીરે ધીરે એને એમ લાગવા માંડે છે કે પોતાની આસપાસ તો માત્ર અજ્ઞાની લોકો જ એકત્રિત થયા છે. પરિણામે સમય જતાં એના મનમાં જ્ઞાનો અહંકાર જાગે છે અને પછી એ પોતે જ એને પોષવા પ્રયત્ન કરે છે. એ પોતાના જ્ઞાન વડે પોતાની જાતને બીજાથી ચડિયાતી સિદ્ધ કરવા યત્ન કરે છે. એPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 121