Book Title: Bhagvana Mahavira Diwakar Chitrakatha 001 002 Author(s): Atmadarshanvijay Publisher: Diwakar Prakashan View full book textPage 4
________________ ભગવાન મહાવીરના ઉપદેશ વચન चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो। माणुसत्तं सुई सद्धा, संजमम्मि य वीरियं ॥ -ઉત્ત. રૂ/. જીવ માટે- સાંસારિક પ્રાણી માટે ચાર પરમ અંગ-ઉત્તમ સંયોગ અત્યંત દુર્લભ છે- (૧) મનુષ્ય ભવ, (૨) ધર્મ-શ્રુતિ-ધર્મનું શ્રવણ, (૩) ધર્મમાં શ્રદ્ધા, અને (૪) સંયમમાં-ધર્મમાં વીર્યપરાક્રમ . " માણુાં વિદં તું, સુકું ઘમસ્ત કુદી जं सोच्चा पजिवजंति, तव खंतिमहिंसयं ॥ –ઉત્ત. ૩/૮ છે. મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને પણ એ ધર્મના શ્રવણનો સંયોગ-અવસર પ્રાપ્ત કરવો દુર્લભ છે, જે સાંભળીને મનુષ્ય તપ, શાંતિ અને અહિંસાને સ્વીકાર કરે છે . आहच्च सवणं लड़े, सद्धा परम दुल्लहा। सोच्चा णेयाउयं मग्गं, बहवे परिभस्सई ॥ – 7. ૩/૬ ક્યારેક ધર્મનું શ્રવણ સુલભ પણ થાય તો એમાં શ્રદ્ધા થવી પરમ દુર્લભ છે, કેમકે ન્યાય માર્ગ ને સાંભળી-જાણીને પણ જીવ એના થી-પરિભ્રષ્ટ થઇ જાય છે- પડી જાય છે सुइं च लढे सद्धं च, वीरियं पुण दुल्लहं। बहवे रोयमाणावि, नो य णं पडिवज्जई ॥ -उत्त. ३/१० ક્યારેક ધર્મને સાંભળી ને એમાં શ્રદ્ધા પણ થઇ જાય તો ધર્મમાં પુરૂષાર્થ કરવું - ધર્માચરણમાં પ્રયત્નશીલ થવું તો એથી પણ વિશેષ દુર્લભ છે. ધર્મમાં રૂચિ હોવા છતાં પણ ઘણા લોકો ધર્મનું પાલન નથી કરતા. माणुसत्तम्मि आयाओ, जो धम्म सोच्च सद्दहे। तवस्सी वीरियं लड़े, संवुडे निद्भुणे रयं ॥ -उत्त. ३/११ મનુષ્ય જન્મને પ્રાપ્ત કરીને જે ધર્મનું શ્રવણ અને શ્રદ્ધા કરે છે અને તે પ્રમાણે પુરૂષાર્થ- આચરણ કરે છે તે તપસ્વી નવા કર્મોને રોકીને સંચિત કર્મ-રૂપી રજને નષ્ટ કરી નાખે છે- આત્માથી હટાવી દે છે, મિટાવી દે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 84